ટોક્યો ડેફલિમ્પિક્સમાં સુરતના મોહમ્મદ મુર્તઝાએ જીત્યા બે મેડલ
સુરત, 2 ડિસેમ્બર (હિ.સ.) જાપાનના ટોક્યોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સ 2025માં સુરતના મોહમ્મદ મુર્તઝા વાણિયાે રાઈફલ શૂટિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ એમ બે મેડલ જીત્યા છે. મુર્તઝા ડેફલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ યુવાન ખેલાડી બની ચૂક્યા છે.
मोहम्मद मुरतज़ा वाणिया ने शूटिंग स्पर्धा में सिल्वर और ब्रॉन्ज दो मेडल जीता


સુરત, 2 ડિસેમ્બર (હિ.સ.) જાપાનના ટોક્યોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સ 2025માં સુરતના મોહમ્મદ મુર્તઝા વાણિયાે રાઈફલ શૂટિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ એમ બે મેડલ જીત્યા છે. મુર્તઝા ડેફલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ યુવાન ખેલાડી બની ચૂક્યા છે. દેશનું નામ રોશન કરી પરત ફરતા સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

19 વર્ષીય મોહમ્મદ મુર્તઝા જન્મથી સાંભળી શકતા નથી, છતાં તેમણે રાઈફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર અનેક મેડલ જીત્યા છે. તેમની પાસે અત્યાર સુધી 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો ખજાનો છે. ગયા વર્ષે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશીપમાં પણ તેમણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવન્યા હતા.

ચાર વર્ષની ઉમરે તેમનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થયું હતું. શરૂઆતમાં તેઓ ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને રેસ જેવી રમતોમાં ભાગ લેતા હતા, પરંતુ કાનની મશીનમાં થતી તકલીફને કારણે તેમણે શૂટિંગને મુખ્ય રમત તરીકે પસંદ કરી હતી. જિલ્લાકક્ષાની પ્રથમ જ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતતા તેઓએ પોતાની ઓળખ બનાવી હતી.

હાલ મોહમ્મદ મુર્તઝા વી.એન.એસ.જી.યુ.માં B.Sc ITના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. તેમની સિદ્ધિથી ગુજરાત અને દેશ ગૌરવ અનુભવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande