જસવંતગઢ ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ — રવિ ઋતુ વાવેતર માટે ખેડૂતોને માર્ગદર્શન
અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામે રવિ ઋતુ વાવેતર પૂર્વે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાસાયણિક મુક્ત ખેતી અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો લાવવા તેમજ જમીનની ઉર્વરતા વધારવા
જસવંતગઢ ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ — રવિ ઋતુ વાવેતર માટે ખેડૂતોને માર્ગદર્શન


અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામે રવિ ઋતુ વાવેતર પૂર્વે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાસાયણિક મુક્ત ખેતી અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો લાવવા તેમજ જમીનની ઉર્વરતા વધારવા પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ બની રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં ખેડૂતોને નવી તકનિકી, પ્રાણી આધારિત ખેતી પદ્ધતિ, જીવામૃત તૈયાર કરવાની રીત, બીજ ઉપચાર અને પાણી સંચાલન જેવા મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.

તાલીમમાં નિષ્ણાતોએ જણાવ્યું કે વર્તમાન સમયમાં જમીનનું સ્વાસ્થ્ય જાળવી રાખવા સાથે જ સુરક્ષિત અને પોષણયુક્ત પાક મેળવવો આવશ્યક બની ગયો છે. ગૌમાતાના અવલંબન સાથે ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફાકારક ખેતી કરી શકે છે. ઉપરાંત, પ્રાકૃતિક ખેતીથી પાકની ગુણવત્તામાં વધારો અને ઉત્પાદનને બજારમાં વધુ ભાવ મળી રહે છે.

કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂત મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓએ નિષ્ણાતોને વિવિધ પ્રશ્નો પણ પૂછ્યા અને પ્રાયોગિક માહિતી મેળવી. આવનારા રવિ સીઝનમાં વધુ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને પ્રેરણા મળી છે.

આ પ્રકારની તાલીમથી ખેડૂતવર્ગમાં જાગૃતિ વધે છે અને સ્થાયી કૃષિ વિકાસને બળ મળે છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande