જામનગરમાં સગીરને હડફેટે લઈ મૃત્યુ નિપજાવનાર વાહનચાલકને ઝડપી લેતી પોલીસ
જામનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આજથી ત્રણ દિવસ પહેલાં એક વાહન અકસ્માત સર્જાયો હતો, અને 15 વર્ષના એક તરુણને કોઈ અજ્ઞાત વાહનના ચાલકે ઠોકર મારી મૃત્યુ નીપજાવી ભાગવી છૂટ્યો હતો, તે બનાવના સંદર્ભમાં જે તે વખતે પોલીસ દ્વારા અજાણ્ય
ધરપકડ


જામનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આજથી ત્રણ દિવસ પહેલાં એક વાહન અકસ્માત સર્જાયો હતો, અને 15 વર્ષના એક તરુણને કોઈ અજ્ઞાત વાહનના ચાલકે ઠોકર મારી મૃત્યુ નીપજાવી ભાગવી છૂટ્યો હતો, તે બનાવના સંદર્ભમાં જે તે વખતે પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ત્યારબાદ પંચકોષી એ. ડિવિઝનના પી.આઈ. એન.એમ. શેખ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા આ બનાવના સંદર્ભમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, અને સીસીટીવી કેમેરાની મદદ લેવાઈ હતી, જયારે કેટલાક હ્યુમન સોર્સીસ ના આધારે પોલીસને જાણવા મળ્યું હતું, કે છોટાહાથી પ્રકારનું કોઈ વાહન આ અકસ્માત સર્જીને ભાગી છૂટ્યું છે.જ્યારે બનાવનાર સ્થળેથી એક વાહન ના ટાયરનો ટુકડો પણ પોલીસને મળી આવ્યો હતો, તેના આધારે પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી, અને આખરે વાહનચાલકને શોધી લેવાયો હતો.

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ રાજકોટના મેટોડા વિસ્તારમાં રહીને વાહન ચલાવતા અવધેશકુમાર રાધેશ્યામ યાદવ ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી અકસ્માત સર્જનાર છોટા દોસ્ત ફોરવીલ વાહન પણ કબજે કરી લેવામાં આવ્યું છે.

પોલીસને આ સમગ્ર પ્રકરણમાં ચોક્કસ કડી મળી હતી અને જી.જે.-3 બી.વાય. 0803 નંબરનું વાહન કે જે સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું, તેમજ વાહન ના અકસ્માત બાદ ટાયર નો ટુકડો તેમાંથી જુદો થયો હતો, જે પણ સ્થળ ઉપરથી મળ્યો હોવાના કારણે તેનું સંકલન કરીને આખરે અકસ્માતના બનાવના સંદર્ભમાં પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી કરી લઇ આરોપીને શોધી લેવાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande