લોકરક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર, 11,925 ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ
ગાંધીનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાતમાં લોકરક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર,11,925 ઉમેદવારોની મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ
લોકરક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર, 11,925 ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ


ગાંધીનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાતમાં લોકરક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર,11,925 ઉમેદવારોની મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. જેમાં કુલ 11,925 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભરતી બોર્ડે ઉમેદવારોને મહત્વની સૂચના આપતા જણાવ્યું કે, પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બાદ ઉમેદવારોને Self Declaration Form ઓનલાઈન ભરી PDF ફાઈલ અપલોડ કરવા રહેશે. OTP વેરિફિકેશન બાદ જ પ્રક્રિયા પૂર્ણ ગણાશે. ઉમેદવારો 3 ડિસેમ્બર 2025ના રાત્રે 11:59 વાગ્યા સુધી Self Declaration અપલોડ કરી શકશે.

હજી હમણાંજ નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરવા માટેની જાહેરાત કરી હતી. રાજ્યના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાની આ એક મોટી તક છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2025 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે.

પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગૃપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન(સ્નાતક) કરેલું હશે તે ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે.

લોકરક્ષક (LRD)ની 12733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં મુખ્યત્વે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ (પુરૂષ/મહિલા)ની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ કરેલું હોવું તેવા ઉમેદવારો લોકરક્ષક (LRD) માટે અરજી કરી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande