ગૌમાતાની દયનીય સ્થિતિ પર રમેશભાઈ ઓઝાનો આક્રોશ
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.)પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. કથાના આરંભે તેમણે ગાયોની પૂજનીય અને દયનીય હાલત વચ્ચેના તફાવત પર ભાર મૂકતા હિન્
ગૌમાતાની દયનીય સ્થિતિ પર રમેશભાઈ ઓઝાનો આક્રોશ


પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.)પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. કથાના આરંભે તેમણે ગાયોની પૂજનીય અને દયનીય હાલત વચ્ચેના તફાવત પર ભાર મૂકતા હિન્દુ સમાજની તીખી ટીકા કરી હતી.

રમેશભાઈ ઓઝાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે ગાયો કચરો ખાઈ રહી છે અને તેમના પેટમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે, જે આપણા સમાજની બેદરકારીનું નિદર્શક છે. દૂધ દોહીને ગાયને છોડી દેવાની વૃત્તિને તેઓએ ‘કૃતઘ્નતા’ ગણાવી, અને ચેતવણી આપી કે હિન્દુઓનું આ વર્તન પતન તરફ લઈ જશે.

ભગવાન કૃષ્ણનું ઉદાહરણ આપીને તેમણે યાદ અપાવ્યું કે ‘ગોપાલ’ નામ ભગવાનને સૌથી પ્રિય છે અને કૃષ્ણે ગાયોની સેવા માટે અવતાર લીધો હતો. બાળકૃષ્ણનો પ્રસંગ સંભળાવતા તેમણે જણાવ્યું કે ગૌમાતા જોડા ન પહેરે, તેથી કૃષ્ણ પણ ઉઘાડા પગે ફરતા—જે ગાય પ્રત્યેની શ્રદ્ધા અને સેવાનું પ્રતિક છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande