
સુરત, 2 ડિસેમ્બર (હિ.સ.)-શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને ખટોદરા વિસ્તારમાં જૂની સબજેલ ની પાછળ પેઢી ધરાવતા વેપારીને કેટલાક ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. કુલ નવ અલગ અલગ વેપારીઓએ ભેગા મળી તેમની પાસેથી ટુકડે ટુકડે કાપડનો માલ મેળવી લીધો હતો અને બાદમાં કુલ રૂપિયા 27.94 લાખનો ચૂનો ચોપડયો હતો. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે રાંદેર રોડ પર ગોરાટ હનુમાન ચોક પાસે આવેલ સત્યમ શિવમ એપાર્ટમેન્ટની ગલીમાં આનંદ વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા સ્વેતલ સુરેશચંદ્ર શાહ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રીંગરોડ પર જૂની સબજેલ ની પાછળ સુરભી હાઉસમાં તેમને પેઢી આવેલી છે. તેઓએ ખટોદરા પોલીસ મથકમાં સોનુ પ્રવિણભાઈ જૈન (રાધે ફેશન ના પ્રોપાયટર) (દુકાન નં. 32,33,34, ડી.આર ઈન્ડિયા ટેક્સટાઈલ હબ, પર્વત પાટિયા, સુરત) (દુકાન નં.૧૧૪,પહેલો માળ, ડી.આર ઈન્ડિયા ટેક્સટાઈલ હબ, પર્વત પાટિયા ફ્લાયઓવર, ક્રિષ્ના હોસ્પિટલ સર્કલ, મગોબ), (બી-604, અભિલાષા હાઇટ્સ, કિરણ મોટર્સ પાસે, ઇન્ટરસિટી ટાઉનશિપ સોસાયટી, યમુના નગર, સુરત) (મુળ વતન- બછરાઉ, બાડમેર પાસે, રાજસ્થાન), પ્રવિણભાઈ જૈન (રાધે ફેશનના વહિવટકર્તા), અરવિંદભાઈ જૈન (રાધેફેશનના વહીવટકર્તા), કાપડ દલાલ યોગેશભાઈ પારીખ, વિશનસિંહ છગનરાજજી દેવરા (સુરભી ફેશનના પ્રોપાયટર) (7/10, ખટોદરા ઇન્ડસ્ટ્રીઝ, ઉધના દરવાજા પાસે, સુરત) (HG-૩૩, રઘુનંદન ટેક્સટાઇલ માર્કેટ, રિંગરોડ), ઇન્દ્રજીત છગનરાજજી દેવરા (સુરભી ફેશનના વહીવટકર્તા), અમરસિંહ (દલાલ) (209, રાવલા રસ્તો, સીર્યારી પાલી, રાજસ્થાન) તથા ઓમપ્રકાશસિંહ મંગળસિંહ રાજપુરોહિત (શિવ શક્તિ ફેશનના પ્રોપાયટર) (દુકાન નં.૫૪, આયુર મોલ, દસ્તુરનગર રોડ, અમરાવતી, મહારાષ્ટ્ર) અને ક્રિષ્ના બિહારી વર્મા (કે.બી.વર્મા) (બ્રોકર/એજન્ટ) (ઠેકાણું-G-302, સેવાન હાઈટ, કરાડવા રોડ, ડીંડોલી), સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે સોનું પ્રવીણભાઈ જૈન, પ્રવીણભાઈ જૈન, અરવિંદભાઈ જૈન કાપડ દલાલ યોગેશભાઈ મારફતે અલગ અલગ સમયે કુલ રૂપિયા 15.47 લાખનો કાપડનો માલ મંગાવી લીધો હતો દેવરા તથા ઇન્દ્રજીત છગનરાજજી દેવરા એ પણ કાપડ દલાલ અમરસિંહ મારફતે રૂપિયા 7.47 લાખનો માલ મંગાવી દીધો હતો. આ સિવાય ઓમ પ્રકાશ મંગલ સિંહ રાજપુરોહિતે પણ કાપડ દલાલ ક્રિષ્ના બિહારી વર્મા મારફતે તેમની બે ફોર્મમથી રૂપિયા 4.99 લાખનો માલ મંગાવી લીધો હતો. આમ તમામ વેપારીઓએ ભેગા મળી તેમની પાસેથી રૂપિયા 27.94 લાખનો માલ લીધા બાદ પૈસા નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. જેથી પોલીસે તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે