
અમરેલી, 2 ડિસેમ્બર (હિ.સ.) ધારી તાલુકાના છતડીયા ગામના બુથ નંબર 140 અને 141 પર મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરી દરમિયાન ધારાસભ્ય જે.વી. કાકડીયાએ સ્થળ પર પહોંચી કામગીરીની સમીક્ષા કરી હતી. બંને બુથમાં 100% કાર્ય પૂર્ણ કરનારા BLO તેમજ ટીમના પ્રયત્નોને તેમણે ખૂબ સરાહ્યા હતા.
આ પ્રસંગે BLO રમેશ સાંગાણી, ભાવેશ સાંકળીયાના સાથે સ્થાનિક BLA-2 યોગેશ હીરપરા અને પ્રદીપબાબરીયાને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા. મતદારયાદીમાં કોઈપણ પાત્ર વ્યક્તિ રહી ન જાય અને લોકશાહી પ્રક્રિયામાં દરેક નાગરિક જોડાય તે હેતુસર કરવામાં આવેલી આ કામગીરીને ધારાસભ્ય કાકડીયાએ લોકશાહીનું મજબૂત પગલું ગણાવ્યું.
આ પ્રસંગે ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામ હીરપરા, ધારી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ જોશી સહિત પાર્ટી અને પ્રાશાસનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય કાકડીયાએ વધુમાં જણાવ્યું કે મતદારયાદી અપડેશન પ્રક્રિયામાં લોકોની સક્રિય ભાગીદારી આવશ્યક છે અને આ માટે ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ અને સમયસરના કાર્યની પ્રશંસા કરી. છતડીયા ગામની આ સફળ કામગીરી હવે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai