સુરતમાં નકલી ખાદ્યપદાર્થ વિરુદ્ધ SOGની કાર્યવાહી: પૂણાગામ અને વરાછાની બે ડેરીમાંથી 143 કિલો શંકાસ્પદ માખણ જપ્ત
સુરત, 2 ડિસેમ્બર (હિ.સ.)-સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણને રોકવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમીના આધારે પૂણાગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે ડ
સુરતમાં નકલી ખાદ્યપદાર્થ વિરુદ્ધ SOGની કાર્યવાહી: પૂણાગામ અને વરાછાની બે ડેરીમાંથી 143 કિલો શંકાસ્પદ માખણ જપ્ત


સુરત, 2 ડિસેમ્બર (હિ.સ.)-સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણને રોકવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમીના આધારે પૂણાગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે ડેરી પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત આશરે રુ. 28,600 થાય છે.

અમૃતધારા ડેરીમાંથી 58 કિલો શંકાસ્પદ માખણ મળ્યું

સૌપ્રથમ SOGએ પૂણાગામની અમૃતધારા ડેરી પર દરોડો પાડ્યો હતો. સંચાલક ભુપતભાઈ નારણભાઈ પરમારની હાજરીમાં 58 કિલો માખણ મળ્યું, જેની કિંમત લગભગ રુ. 11,600 થાય છે.

જનતા ડેરીમાંથી 85 કિલો જપ્ત

આ બાદ SOGએ વરાછા જનતાનગર નજીકની જનતા ડેરી પર દરોડો પાડ્યો હતો.

સંચાલક ધનશ્યામભાઈ જેરામભાઈ દુધાતની હાજરીમાં 85 કિલો શંકાસ્પદ માખણ મળી આવ્યું, જેની કિંમત લગભગ રુ. 17,000 ગણવામાં આવે છે.

બંને સ્થળેથી મળેલ કુલ 143 કિલો શંકાસ્પદ માખણ SOG દ્વારા કબજે કરવામાં આવ્યું છે.

સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા

કાર્યવાહી દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરે જથ્થો સીલ કર્યો અને નિયમ મુજબ જરૂરી સેમ્પલ લઈને તરત જ પ્રયોગશાળામાં મોકલી આપ્યા.

આ સમગ્ર પ્રક્રિયા ફૂડ સેફ્ટી અધિકારી ડી. બી. મકવાણાની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી.

લેબ રિપોર્ટ બાદ કડક પગલાંની ચેતવણી

ફૂડ સેફ્ટી વિભાગ અને પોલીસએ જણાવ્યું છે કે, લેબોરેટરી રિપોર્ટમાં જો ભેળસેળ અથવા અખાદ્યતા સાબિત થશે, તો બંને ડેરીના સંચાલકો વિરુદ્ધ કાયદેસર સખત કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande