પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછત દૂર, ખેડૂતો માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) વાવણીની સિઝનમાં પાટણ સહિત સિદ્ધપુર તાલુકામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. વહેલી સવારથી ખાતર ડેપો પર લાંબી કતાર જોવા મળતી અને જરૂરિયાત સામે ઓછો જથ્થો મળતાં ખેડૂતોમાં અસંતોષ ફેલાયો હતો. હાલમાં સ
પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછત દૂર, ખેડૂતોને પૂરતો જથ્થો ઉપલબ્ધ


પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછત દૂર, ખેડૂતોને પૂરતો જથ્થો ઉપલબ્ધ


પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) વાવણીની સિઝનમાં પાટણ સહિત સિદ્ધપુર તાલુકામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. વહેલી સવારથી ખાતર ડેપો પર લાંબી કતાર જોવા મળતી અને જરૂરિયાત સામે ઓછો જથ્થો મળતાં ખેડૂતોમાં અસંતોષ ફેલાયો હતો.

હાલમાં સિદ્ધપુર ડેપો પર ટ્રેન મારફતે 2,800 મેટ્રિક ટન ખાતર પહોંચ્યું છે, તેમજ ઇફકો તરફથી 2,500 મેટ્રિક ટનનો જથ્થો પણ મળી રહ્યો છે. ઉપરાંત, વધુ 1,200 મેટ્રિક ટન ખાતર ટૂંક સમયમાં જિલ્લામાં આવે તેવી માહિતી નાયબ નિયામક ખેતી વિસ્તરણ એ.આર. ગામીએ આપી હતી.

તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો કે ખાતરનો અનાવશ્યક સંગ્રહ ન કરે, કારણ કે હવે પાટણ જિલ્લામાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા રહેશે અને તમામ ખેડૂતોને જરૂરી ખાતર સમયસર પ્રાપ્ત થઈ શકશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande