
સુરત, 2 ડિસેમ્બર (હિ.સ.)-સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) માં B.Tech વિદ્યાર્થીની આત્મહત્યા બાદ સર્જાયેલ ઉગ્ર સ્થિતિ હવે શાંત થઈ ગઈ છે. ભાભા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડન અમિત સોલંકીએ રાજીનામું આપી દીધું છે. પ્રશાસન દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવાની ખાતરી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમેટી લીધો છે.
30 નવેમ્બરની રાત્રે SVNITના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અને મૂળ કેરીળના રહેવાસી અદ્વૈત નાયરે હોસ્ટેલ પરથી કૂદી આત્મહત્યા કરી હતી. ઘટનાથી કેમ્પસમાં શોક તેમજ આક્રોશ ફેલાયો હતો.
વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગ બહાર એકત્ર થઈને એેમ્બ્યુલન્સના મોડા આગમન અને હોસ્પિટલની બેદરકારી સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે ઘટના બાદ લગભગ 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ પહોંચી નહોતી, જ્યારે હોસ્પિટલએ સારવાર કરતાં પહેલું ફોર્મ ભરાવવા પર જ વધુ ભાર મૂક્યો હતો. વિરોધ વધતા ચીફ વોર્ડન અમિત સોલંકીએ પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
એસીપી વિજય મલ્હોત્રાે જણાવ્યું કે 2 ડિસેમ્બરના રોજ રજિસ્ટ્રાર દ્વારા રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારવામાં આવશે, અને તેની નકલ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. hostel માટે નવા ચીફ વોર્ડનની નિયુક્તિ પણ તાત્કાલિક કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ વિરોધ સમેટ્યો
પોલીસ અને વહીવટી તંત્ર તરફથી મળેલા વિશ્વાસપાત્ર આશ્વાસન બાદ વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમેટી લીધો. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રાહતનો માહોલ સર્જાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે