મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના PI આર.એમ.રાઠોડ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓમાં જાગ્રુતી માટે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લોકોને મહિલાઓને ઘરેલુ હિંસા, છેડત
મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો.


મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના PI આર.એમ.રાઠોડ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓમાં જાગ્રુતી માટે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લોકોને મહિલાઓને ઘરેલુ હિંસા, છેડતી, સાયબર ક્રાઈમ, પોકસો જેવા બનાવોમા કઈ રીતે પોલીસ મદદરૂપ થાય છે આ સિવાય મહિલાઓ માટે કાયદાકીય તેમજ અન્ય સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા જેમાં તેઓની સુરક્ષા માટે પોલીસ હેલ્પલાઈન નં.112 જનરક્ષક જે દરેક પ્રકારની મુશ્કેલીમાં મદદરૂપ થાય છે આ ઉપરાંત PBSC તેમજ OSC સેન્ટર તેમજ અભયમ 181 હેલ્પલાઈનની કામગીરી વિશે થતી કામગીરીની વિગતવાર માહિતી પુરી પાડવામાં આવેલ તેમજ પોલીસ સ્ટેશન ખાતેના “વુમન હેલ્પ ડેસ્કના (સાંત્વના કેન્દ્ર)માં “તેમજ “શી ટીમ* દ્વારા પણ મહિલા/ વૃધો /બાળકોના દરેક પ્રકારના પ્રશ્નોમાં અને મુશ્કેલીઓમાં શું શું મદદ કરવામાં આવે છે તે કરવામાં આવતી કામગીરી બાબતે તેમજ યોજનાઓ અને સુરક્ષા લગતની માહિતી પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત કોઈ કામ માટે બહાર કે લગ્ન પ્રસંગમાં બહાર ગામ જવાનું થાય ત્યારે મહિલાઓ /નાના બાળક/બાળકીઓની તેમજ યુવતીઓની સુરક્ષા માટે શું શું બાબતો ધ્યાનમાં રાખવી અને અને સોશ્યલ મિડીયા પેજમાં આવતી લોભામણી જાહેરાતોથી સાવધાન રહેવા અને વિઝા કે પાસપોર્ટ જેવા અગત્યના ડોક્યુમેંટ બનાવતી વખતે સરકાર માન્ય એજન્ટોનો જ સંપર્ક કરવા અપીલ કરવામાં આવી તેમજ કોઈ છેડતી/અપહરણ/બળાત્કારના બનાવ ન બને તે માટે સોસિયલ મિડીયામાં બીન જરૂરી અમુક પર્સનલ માહિતી જાહેર નહી કરવા અને બહારની મુસાફરી સમયે ભીડભાડ વાળા રસ્તાઓમાંથી પસાર થવા અને જરૂર પડયે 112, 181પોલીસ હેલ્પલાઈનનો તુરંતજ સંપર્ક કરવા સમજ કરી હતી. આ ઉપરાંત હાલમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં વાડી વિસ્તારમાં રહેતા અને અલગ અલગ જગ્યાયે મકાનો માં વસવાટ કરતા કે એકલા રહેતા હોય તેવા તમામ લોકોએ ઘરમાં કિંમતી ચીજ વસ્તુ ના રાખીને સેફ જગ્યાયે રાખવા અને વોચમેન /ઘર-નોકર કે વાડી ખેતરમાં કામ કરવા આવતા બહારના વ્યક્તિઓના આધાર પુરાવા મેળવવા અને જરૂર પડયે નજીકના પોલીસ સ્ટેશનમાં જમાં કરાવવા અંગે ખાસ સુચના આપવામાં આવેલ અને સાવચેત રહેવા અપિલ કરવામાં આવેલ જો શંકાસ્પદ જણાય તો પોલીસનો તુરત જ સંપર્ક કરવા જણાવેલ.જે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમમાં હાજર સ્થાનીક મહિલાઓ/આગેવાનો વચ્ચે સંવાદ કરવામાં આવેલ.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande