
પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની દ્વારા ગુજરાત મોટર વ્હિકલ ટેક્ષ એકટ-1958 ની જોગવાઇઓના ભંગ બદલ જપ્ત કરેલ વાહનો જેમ છે જયાં છે અને જે છે તે (As is where is bases and As is what is basis) રીતે હરાજી કરવા ના હોવાથી ઠરાવેલ શરતો એ ટુ બીડ સિસ્ટમ (કોમર્શિયલ બિડ તથા પ્રાઇઝ બીડ) થી ટેન્ડર અલગ અલગ સીલબંધ કવરમાં રજી.એડી/સ્પીડ પોસ્ટ થી મંગાવવામાં આવ્યા છે.
કચેરીના ચાલુ કામકાજના દિવસો દરમ્યાન તા 01-12-2025 થી તા 07-07-2025 સુધીમાં સવારે 11:00 થી 15:00 કલાક દરમ્યાન રૂ. 500/- નો ડી.ડી. (નોન રીફડેબલ) રજુ કરવાથી નિયત કોરા ટેન્ડર ફોર્મ (નોન ટ્રાન્સફરેબલ) ઓડિટ શાખાના જુનિયર કલાર્ક (ટેક્ષરીકવરી) પાસેથી મેળવી શકાશે. તેમજ ઓરીજનલ ટેન્ડર ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તા 08-12-2025 ના 17.00 કલાકમાં અત્રેના કચેરીના સરનામે પહોંચતા કરવાના રહેશે જેમાં અરજદારે અર્નસ્ટ મનીડીપોઝીટનો અલગ ડીમાન્ડ ડ્રાફ્ટ અપસેટ કિંમતનો 10% અથવા રૂ/5000 /- એ બે માંથી જે વધુ હોય તે, પાન કાર્ડની ઝેરોક્ષ નકલ, આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, સરનામાનો પુરાવો મતદાર કાર્ડની ઝેરોક્ષ નકલ તથા વાહનની દર્શાવેલ અનામતની રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાનો રહશે.
સૌપ્રથમ સીલબંધ કોમર્શીયલ બીડ સક્ષમ અધિકારીની હાજરીમાં તા 09-12-2025 ના 02.00 કલાકે ખોલવામાં આવશે. જેમાં ચકાસણીના અંતે પાત્રતા ધરાવતી પાર્ટીના જ સીલબંધ ટેકનીકલ બીડ/પ્રાઇઝ બીડ તુરંત જ ખોલવામાં આવશે. જેમાં ટેન્ડર ભરનાર વ્યક્તિ/પેઢીના પ્રતિનિધિ ઓથોરીટી લેટર સાથે હાજર રહી શકશે.
વાહન નિરીક્ષણ તા 07-12-2025 સુધીમાં કચેરીના કામકાજ ના દિવસો દરમ્યાન ના કલાકો ના સમયગાળામાં થઈ શકશે.
હરાજીના વાહનોની વિગત જોઈએ તો વાહન નંબર GJ03AT9858 મેક્ષી કેબ અપસેટ પ્રાઈઝ રૂ. 76,000, વાહન નંબર GJ11W1834 મેક્ષી કેબ અપસેટ પ્રાઈઝ રૂ. 78,000, વાહન નંબર GJ01BV9066 બસ અપસેટ પ્રાઈઝ રૂ. 85,000, વાહન નંબર GJ25U9911 મેક્ષી કેબ(મેઝિક) અપસેટ પ્રાઈઝ રૂ. 52,000, વાહન નંબર GJ11U8074 ટ્રક (HGV) અપસેટ પ્રાઈઝ રૂ. 14,7000 છે.
કોઈ પણ ટેન્ડર કે ટેન્ડરો કોઈપણ કારણ દર્શાવ્યા વિના અંશત: કે પુર્ણ રદ કરવાનો અધિકાર સહાયક પોરબંદર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના સક્ષમ અધિકારીનો રહેશે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવાયુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya