
જામનગર, 2 ડિસેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લામાં વાયર ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે, અને ધ્રોલ પંથકમાં પીજીવીસીએલના કુલ 11 ગાળાના વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં રહેતા અને ધ્રોલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા તેજસ અનિલભાઈ સોનીએ ધ્રોલ પોલીસમાં જાહેર કરાયા અનુસાર પીજીવીસીએલના વાંકિયા ગામથી મોરારદાસ ખંભાળિયા ગામ સુધીના વિસ્તારમાં જુદા જુદા 11 જેટલા વિજ થાંભલાઓ પરથી કુલ 1200 મીટર જેટલા વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાનું જાહેર કર્યું છે.અંદાજે રૂપિયા 45 હજારની વાયર ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે ફરિયાદના અનુસંધાને ધ્રોલના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ છે, અને પંચનામુ વગેરે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt