
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામની એમ.એમ. પટેલ વિદ્યાલયની વિદ્યાર્થીની કાજલ ભગવાનસિંહ ઠાકોરે બાલકવિ સ્પર્ધામાં પુનઃમૂલ્યાંકન બાદ પ્રથમ સ્થાન મેળવી, માધ્યમિક વિભાગમાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનું માન મેળવ્યૂ હતું.
2 ડિસેમ્બર, 2025ના રોજ કલાઉત્સવ અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં ‘2047: વિકસિત ગુજરાત’ થીમ પર આધારિત સ્વરચિત કાવ્ય રજૂ કરતાં કાજલે ગુજરાતની અસ્મિતા અને ટેકનિકલ પ્રગતિનો સુંદર સમાવેશ કરી નિર્ણયકોને પ્રભાવિત કર્યા હતા. તેના માર્ગદર્શક રામનભાઈ ચૌધરી રહ્યા હતા.
ગ્રામીણ શાળાની વિદ્યાર્થીની હોય છતાં શહેરી સ્પર્ધકો વચ્ચે પ્રથમ ક્રમ મેળવી કાજલે ઉત્તમ પ્રદર્શન કર્યું. શાળા પરિવારે કાજલ ઠાકોર અને તેના માર્ગદર્શકનું હાર્દિક અભિનંદન સાથે સન્માન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ