
નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.): કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ભારત અને યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારને વેગ આપવા માટે આવતા વર્ષે 8 જાન્યુઆરીએ બ્રસેલ્સની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ ઈયુ ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રેડ કમિશનર મારોસ સેફકોવિક સાથે વાતચીત કરશે.
સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર પર વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. ગોયલ તેમની બે દિવસીય મુલાકાત (8-9 જાન્યુઆરી) દરમિયાન સેફકોવિકને મળશે. અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી, 7 જાન્યુઆરીએ લિશટેંસ્ટાન ની મુલાકાત લેશે અને ત્યારબાદ 8 અને 9 જાન્યુઆરીએ વેપાર વાટાઘાટો માટે બ્રસેલ્સમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીની આ મુલાકાત ભારત-ઈયુ મુક્ત વેપાર કરાર (એફટીએ) માટેની વાટાઘાટોમાં એક મહત્વપૂર્ણ તબક્કે આવી રહી છે. ખરેખર, બંને પક્ષો આ પ્રસ્તાવિત વ્યાપક, સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપાર કરારને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે પ્રયાસો ઝડપી બનાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ