પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ, એસએસબી ના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે સશસ્ત્ર સીમા દળ (એસએસબી) ના તમામ અધિકારીઓ અને જવાનોને તેના 62મા સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, એસએસબી નું અતૂટ સમર્પણ સેવાની સર્વોચ્ચ પરંપરાઓને પ્રતિબિંબિત કરે
સશસ્ત્ર સીમા દળ (એસએસબી) ના જવાનો


નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે સશસ્ત્ર સીમા દળ (એસએસબી) ના તમામ અધિકારીઓ અને જવાનોને તેના 62મા સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, એસએસબી નું અતૂટ સમર્પણ સેવાની સર્વોચ્ચ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે અને ફરજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા રાષ્ટ્રની સુરક્ષાનો મજબૂત પાયો છે.

પ્રધાનમંત્રીએ એક એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, દુર્ગમ ભૂપ્રદેશથી લઈને પડકારજનક ઓપરેશનલ પરિસ્થિતિઓ સુધી એસએસબી, રાષ્ટ્રનું સતર્કતાથી રક્ષણ કરવામાં કાર્યરત રહે છે. તેમણે દળને ઉજ્જવળ ભવિષ્ય અને સતત સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

ગૃહમંત્રી અમિત શાહે પણ, એસએસબી જવાનો અને તેમના પરિવારોને તેના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. ગૃહમંત્રીએ એક એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, સરહદોનું રક્ષણ કરવાથી લઈને કટોકટીના સમયમાં નાગરિકો સાથે ખભા મિલાવીને ઉભા રહેવા સુધી, એસએસબી હંમેશા રાષ્ટ્ર માટે ગૌરવ લાવ્યું છે. શાહે ફરજ બજાવતા સર્વોચ્ચ બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેમનું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande