પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળ અને આસામની મુલાકાત લેશે, કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શનિવારે પશ્ચિમ બંગાળ અને આસામની મુલાકાત લેશે. બંગાળમાં, તેઓ ₹3,200 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને આસામમાં, તેઓ ₹1,600 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે પશ્ચિમ બંગાળ અને આસામની મુલાકાતે


નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શનિવારે પશ્ચિમ બંગાળ અને આસામની મુલાકાત લેશે. બંગાળમાં, તેઓ ₹3,200 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને આસામમાં, તેઓ ₹1,600 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે.

પ્રધાનમંત્રી, આજે સવારે લગભગ 11:15 વાગ્યે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રાણાઘાટ ખાતે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આશરે ₹3,200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પરિવહન મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં, તેઓ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એનએચ-34 ના 66.7 કિલોમીટર લાંબા બરાજાગુલી-કૃષ્ણનગર સેક્શનના ચાર-લેનનું ઉદ્ઘાટન કરશે. તેઓ ઉત્તર 24 પરગણા જિલ્લામાં એનએચ-34 ના બારાસત-બરાજાગુલી સેક્શનના 17.6 કિલોમીટર લાંબા ચાર-માર્ગીય માર્ગનો શિલાન્યાસ પણ કરશે.

આસામની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી, રાજ્યને ₹1,600 કરોડથી વધુની ભેટો અર્પણ કરશે. પશ્ચિમ બંગાળની મુલાકાત લીધા પછી, પ્રધાનમંત્રી શનિવારે બપોરે 2:30 વાગ્યે ગૌહાટી એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ નવા ટર્મિનલની બહાર, આસામના પ્રથમ મુખ્યમંત્રી, ગોપીનાથ બોરદોલોઈની 80 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે, જેમના નામ પરથી ટર્મિનલ નું રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આશરે ₹4,000 કરોડના ખર્ચે બનેલા નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande