સિદ્ધપુરમાં પાર્ક કરેલી, મારુતિ ઇકો ગાડીની ચોરી
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના ગુલિસ્તાન પાર્ક વિસ્તારમાંથી પાર્ક કરેલી મારુતિ ઇકો ગાડીની ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના 17 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. તાવડીયા રોડ પર આવેલી ગુલિસ્તાન પાર્ક સોસાયટીમાં રહેતા જાવેદખાન ભીખુભાઈ ચૌહાણે પોતાની સફ
સિદ્ધપુરમાં પાર્ક કરેલી મારુતિ ઇકો ગાડીની ચોરી


પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના ગુલિસ્તાન પાર્ક વિસ્તારમાંથી પાર્ક કરેલી મારુતિ ઇકો ગાડીની ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના 17 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી.

તાવડીયા રોડ પર આવેલી ગુલિસ્તાન પાર્ક સોસાયટીમાં રહેતા જાવેદખાન ભીખુભાઈ ચૌહાણે પોતાની સફેદ રંગની મારુતિ ઇકો (નં. GJ-02-CG-5442) રાત્રે 11 વાગ્યે ઘરની બાજુના પ્લોટમાં પાર્ક કરી હતી.

ગાડી 2017 મોડેલની હતી અને તેની અંદાજિત કિંમત રૂપિયા 2 લાખ હતી. મોડી રાત્રે અજાણ્યા ચોરોએ તકનો લાભ લઈને ગાડીની ચોરી કરી હતી.

બીજા દિવસે સવારે ગાડી ન મળતા જાવેદખાને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ PSI પી.એન. પટેલ દ્વારા શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande