




ચંદ્રની ફરતે દેખાય છે જ્યારે સૂર્યની ગોળાકારમાં દેખાતા અલગ જ નજારો જોવા મળ્યો હતો
કુદરતી ઘટના છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધે ત્યારે આ પ્રકારે જોવા મળે છે
સુર્યના કિરણો હવામાં રહેલા ભેજની વચ્ચેથી પસાર થાય ત્યારે આ પ્રકારે સાત રંગો જોવા મળે છે
ભરૂચ 21 ડિસેમ્બર (હિ.સ.)
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે આજે બપોરના સમયે એક અવિસ્મરણીય ખગોળીય ઘટના બની હતી.જેમાં આકાશમાં સૂર્યની ફરતે કાળું વાદળ ગોળાકારમાં છવાયું હતું અને તેની બહારની બાજુમાં સાત કલર જાનીવાલીપીનારા દેખાતા લોકો આશ્ચર્ય ચકિત થઈ જોઈ રહ્યા હતા.આ ઘટના ચંદ્રની ફરતે દેખાય છે જ્યારે સૂર્યની ફરતે દેખાતા અલગ જ નજારો જોવા મળ્યો હતો.
આ બાબતે ખગોળશાસ્ત્રના જાણકાર વૈજ્ઞાનિકને આ બાબતે પૂછતા તેમણે હકીકત જણાવી હતી. જેમાં કુદરતી ઘટના છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધે ત્યારે આ પ્રકારે જોવા મળે છે.સુર્યના કિરણો જ્યારે હવામાં રહેલા ભેજની વચ્ચેથી પસાર થાય ત્યારે આપણને આ પ્રકારે સાત રંગો જોવા મળે છે જેમ સુર્યના કિરણો કાચમાંથી પસાર થાય અને બીજી તરફ રંગો જોવા મળે તે પ્રકારની ઘટના છે .આ કેમેરાની સામાન્ય અસર છે વાદળ અથવા હ્યુમીડીટીને કારણે પ્રકાશ પ્રતિબિંબિત થાય છે અને કેમેરામાં કેદ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ