


પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.) : વન અને પર્યવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના રાતડી ગામની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક ગ્રામજનોના પડતર પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરીને રાતડી-બરડીયા સીમ વિસ્તારમાં થતા પાણીના ભરાવાને કારણે ખેડૂતો અને સ્થાનિકોને પડતી હાલાકી અંગે મંત્રીએ તાગ મેળવ્યો હતો.
મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થાનિકોની રજૂઆતોને અત્યંત સંવેદનશીલતાપૂર્વક સાંભળી હતી. સીમ વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેતીના પાકને થતા નુકસાન અને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ અંગે ગ્રામજનોએ મંત્રીને વિગતવાર વાકેફ કર્યા હતા.
લોકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી.
આ તકે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, ક્ષાર અંકુશ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અજય મકવાણા, મામલતદાર ખીમાભાઈ મારૂ ,તાલુકા વિકાસ અધિકારી એમ ગજ, પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણા મોઢવાડીયા, રાતડી ગામના આગેવાન રામભાઈ કેશવાલા,અગ્રણી સર્વ રામદેભાઈ મોઢવાડીયા, હાથિયાભાઈ ખુટી, અરશીભાઈ ખુટી , પ્રતાપભાઈ કેશવાલા સહિતનાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya