સિદ્ધપુરમાં જાહેરમાં પતિએ પત્ની પર હુમલો, પુત્રીને ઈજા
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર શહેરની એક હોસ્પિટલ પાસે શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે પતિએ પત્ની પર જાહેરમાં હુમલો કર્યો હતો. શોભનાબેન તેમના બે સંતાનો સાથે ભોજન બાદ ફરવા નીકળ્યા હતા ત્યારે તેમના પતિ સંજયભાઈ બાઈક પર ત્યાં પહોંચ્યા હતા. સંજ
સિદ્ધપુરમાં જાહેરમાં પતિએ પત્ની પર હુમલો, પુત્રીને ઈજા


પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર શહેરની એક હોસ્પિટલ પાસે શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે પતિએ પત્ની પર જાહેરમાં હુમલો કર્યો હતો. શોભનાબેન તેમના બે સંતાનો સાથે ભોજન બાદ ફરવા નીકળ્યા હતા ત્યારે તેમના પતિ સંજયભાઈ બાઈક પર ત્યાં પહોંચ્યા હતા.

સંજયભાઈએ બાઈક શોભનાબેનના પગ આગળ અટકાવી અપશબ્દો બોલ્યા અને ગડદાપાટુનો માર માર્યો હતો. માતાને બચાવવા વચ્ચે પડેલી પુત્રીનો હાથ પિતાએ મરડી નાખ્યો હતો, જ્યારે પુત્ર પણ છોડાવવા આવ્યો હતો.

ઘટનાથી ડરી ગયેલા શોભનાબેન પોતાના પિતાના ઘરે ગયા હતા. થોડીવાર પછી સંજયભાઈ ત્યાં પહોંચીને ધમકી આપી હતી, પરંતુ શોભનાબેને પોલીસને બોલાવતા પોલીસની ગાડી જોઈ સંજયભાઈ નાસી છૂટ્યા હતા.

આ સમગ્ર મામલે શોભનાબેને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande