


અંબાજી21 ડિસેમ્બર(હિ.સ)આજે બપોર બાદ માઉન્ટ
આબુ થી આબુરોડ તરફ આવેલી એક ખાનગી લકજરી બસ એકા એક રોડ પલટી મારી જતા ગમખ્વાર
અકસ્માત સર્જાયો હતો, આ લકજરી બસ માં અમદાવાદ ની મેરિકો કંપની ના કામ કરતા ૧૫,૧૭ લોકો સવાર હતા
તેઓ ને ગંભીર ઇજાઓ થતા માઉન્ટ આબુ તેમજ આબુરોડ ની ટ્રોમા સેન્ટર માં ખસેડવામાં
આવ્યા હતા. લકજરીમાં સવાર મુસાફરી અમદાવાદ સાણંદ અને આણંદના લોકો, એક બસ કરી
માઉન્ટ આબુ ફરવા આવેલા હતા. જેઓ માઉન્ટ આબુ ફરી પરત આબુરોડ તરફ આવતા આ દર્દનાક ઘટના
બની હતી જોકે આ અકસ્માતના સમાચાર વાયવેગે ફેલાતા, આબુરોડ સહિત માઉન્ટ આબુ ના sdm મામલતદાર અને પોલીસ
અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ઇજા ગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડાયા હતા જોકે આ
ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ