પોરબંદર જિલ્લાના ખેડૂત નિલેશભાઈ વસરાને બિનખેતી જમીન માટે પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળી
પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના લોકકલ્યાણકારી અને ખેડૂતહિતલક્ષી નિર્ણયોના કારણે ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોને મહત્વનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવી શરતની સાથણીની જમીનને બિનખેતી કર
પોરબંદર જિલ્લાના ખેડૂત નિલેશભાઈ વસરાને  બિનખેતી જમીન માટે પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળી.


પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના લોકકલ્યાણકારી અને ખેડૂતહિતલક્ષી નિર્ણયોના કારણે ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોને મહત્વનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવી શરતની સાથણીની જમીનને બિનખેતી કરવા માટે લાગતા પ્રીમિયમમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવતા અનેક ખેડૂતોને નાણાકીય રાહત મળી છે. સુશાસન થકી નાગરિકોને રાહત આપવાની પહેલમાં મહેસુલી સુધારાનો પણ સમાવેશ થાય છે.

પોરબંદર જિલ્લાના અમર ગામના ખેડૂત નિલેશ રામભાઈ વાસરાને સરકારના આ નિર્ણયનો સીધો લાભ મેળવ્યો છે. તેમની સાથણીની અંદાજે 3 વિઘા જમીન બિનખેતી કરવા માટે અગાઉ 8 થી 9 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું થતું હતું, જેના કારણે તેઓ જમીન બિનખેતી કરવાનો નિર્ણય લઈ શકતા ન હતા.

ખેડૂત નિલેશભાઈએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે તેમની જમીન હાઈવે નજીક આવેલી હોવાથી બિનખેતી કરીને નવું સાહસ શરૂ કરવાનો વિચાર હતો, પરંતુ ભારે પ્રીમિયમના કારણે તે શક્ય બનતું ન હતું. સરકાર દ્વારા સાથણીની જમીન બિનખેતી માટે પ્રીમિયમમાંથી મુક્તિનો નિર્ણય લેવામાં આવતા તેમણે ઓનલાઇન અરજી કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ સહિતની જરૂરી કાર્યવાહી સરળ અને પારદર્શક રીતે કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના ટૂંકા ગાળામાં બિનખેતીનો ઓર્ડર ટપાલ મારફતે તેમના ઘરે પ્રાપ્ત થયો હતો.

સરકારી તંત્રની ઝડપી અને સરળ કામગીરી બદલ સંતોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકારના આ ખેડૂતહિતલક્ષી નિર્ણયથી મોટા પ્રમાણમાં નાણાં બચ્યા છે, જે ભવિષ્યમાં નવા સાહસ માટે ઉપયોગી થશે. તેમણે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેકટરએસ ડી.ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા મહેસુલી સુધારાનો લાભ છેવાડાના લોકો મળી શકે તે માટે પ્રોએક્ટિવ રીતે અને ટેકનોલોજીનો સમન્વય કરીને કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande