પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા, પદ્મનાભ ક્લિનિક ખાતે સર્વજ્ઞાતિ માટે સાર્વજનિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.)પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા પદ્મનાભ ક્લિનિક ખાતે સર્વજ્ઞાતિ માટે સાર્વજનિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ પરિવારોને સુલભ અને રાહત દરે આરોગ્ય સેવાઓ પૂર
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા પદ્મનાભ ક્લિનિક ખાતે સર્વજ્ઞાતિ માટે સાર્વજનિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.)પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા પદ્મનાભ ક્લિનિક ખાતે સર્વજ્ઞાતિ માટે સાર્વજનિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ પરિવારોને સુલભ અને રાહત દરે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો.

આ કેમ્પમાં તમામ જ્ઞાતિના લોકોને તબીબી તપાસ અને નિદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. અનેક જરૂરિયાતમંદ દર્દીઓએ પોતાના આરોગ્યનું નિદાન કરાવી લાભ લીધો હતો, જેથી યોગ્ય સારવાર તરફ માર્ગદર્શન મળ્યું.

કેમ્પ દરમિયાન ડૉ. ગોવિંદ વી. પ્રજાપતિ (M.D.) અને ડૉ. નેન્સી વી. પ્રજાપતિ (B.H.M.S.)એ દર્દીઓની તપાસ કરી અને રિપોર્ટ્સના આધારે સચોટ નિદાન આપ્યું. તેમના માર્ગદર્શનથી દર્દીઓને યોગ્ય સારવાર મળી શકી.

મેડિકલ કેમ્પનો લાભ લેનાર દર્દીઓએ આયોજનની પ્રશંસા કરી અને આવા સેવાભાવી કાર્યોની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેમ્પને સફળ બનાવવા માટે જ્ઞાતિ સમાજના પ્રમુખ, મંત્રી સહિતના સભ્યોએ સક્રિય સહયોગ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande