રાધનપુરમાં બંધ મકાનમાં રૂ. 37,100ની ચોરી
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.)રાધનપુરના પદમવાળી વિસ્તારમાં રામજી મંદિર રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરોએ રૂ. 37,100ની મત્તાની ચોરી કરી છે. આ ઘટના 17 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. ફ્રુટ વેપારી અજયભાઈ ગંગારામભાઈ થાળકીયા તેમની માતાના ઓપરેશન
રાધનપુરમાં બંધ મકાનમાં રૂ. 37,100ની ચોરી


રાધનપુરમાં બંધ મકાનમાં રૂ. 37,100ની ચોરી


પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.)રાધનપુરના પદમવાળી વિસ્તારમાં રામજી મંદિર રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરોએ રૂ. 37,100ની મત્તાની ચોરી કરી છે. આ ઘટના 17 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી.

ફ્રુટ વેપારી અજયભાઈ ગંગારામભાઈ થાળકીયા તેમની માતાના ઓપરેશન માટે પત્ની સાથે પાટણ ગયા હતા. સંતાનો શાળાએ હોવાથી ઘર બંધ રાખ્યું હતું. સાંજે પુત્રનો ફોન આવ્યો કે ઘરના દરવાજા તૂટેલા છે.

ઘરમાં તપાસ કરતાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તસ્કરોએ રૂ. 6,500નું સીસીટીવી DVR, રૂ. 12,200નું TCL LED ટીવી, રૂ. 2,400નો રિસીવર અને રૂ. 16,000 રોકડ મળી કુલ રૂ. 37,100ની ચોરી કરી હતી તેમજ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા.

પરિવાર હોસ્પિટલમાં વ્યસ્ત હોવાથી મોડી ફરિયાદ નોંધાઈ હતી. રાધનપુર પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ BNS કલમ 305(a) અને 331(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande