ધરમોડા નજીક ડાલા સાથે એક્ટિવા અથડાતાં બેને ઈજા
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.) : રવિવારે વહેલી સવારે ધરમોડા નજીક માર્ગ અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભેલા ડાલા સાથે ઇલેક્ટ્રિક એક્ટિવા અથડાતાં એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. એક્ટિવા ચાલક ગિરીશભાઈ પટેલ (રહે. રામગઢ) અન્ય
ધરમોડા નજીક ડાલા સાથે એક્ટિવા અથડાતાં બેને ઈજા


પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.) : રવિવારે વહેલી સવારે ધરમોડા નજીક માર્ગ અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભેલા ડાલા સાથે ઇલેક્ટ્રિક એક્ટિવા અથડાતાં એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.

એક્ટિવા ચાલક ગિરીશભાઈ પટેલ (રહે. રામગઢ) અન્ય એક વ્યક્તિ સાથે ચાણસ્મા જઈ રહ્યા હતા. અકસ્માતમાં બંને રોડ પર પટકાયા હતા. ગિરીશભાઈને કપાળના ભાગે ઈજા અને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થતાં તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવ્યા હતા. પાછળ બેઠેલા વ્યક્તિને સામાન્ય ઈજા થતાં ચાણસ્મામાં સારવાર અપાઈ હતી.

ડાલા ચાલક વિપુલ ઠાકોર (રહે. વણાગલા, તા. ઊંઝા) મહેસાણાથી માલ ભરી હારીજ જઈ રહ્યા હતા. ધરમોડા પાસે તેમના ડાલાની એક્સલ તૂટી જતા ડાલુ રોડની બાજુમાં ઊભું રહી ગયું હતું, જેમાં ચાણસ્મા તરફથી આવી રહેલું એક્ટિવા અથડાયું હતું.

ઘટનાની જાણ થતાં ડાલા ચાલકે ચાણસ્મા પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande