લવારા ગામે રૂ.10 લાખની નવીન સમાજવાડીનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના લવારા ગામે ગ્રામજનોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને ધ્યાનમાં રાખીને ₹10 લાખના ખર્ચે બનનાર નવીન સમાજવાડીનું રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યનો પ્રારંભ સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ ર
લવારા ગામે ₹10 લાખની નવીન સમાજવાડીનું ખાતમુહૂર્ત


લવારા ગામે ₹10 લાખની નવીન સમાજવાડીનું ખાતમુહૂર્ત


પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના લવારા ગામે ગ્રામજનોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને ધ્યાનમાં રાખીને ₹10 લાખના ખર્ચે બનનાર નવીન સમાજવાડીનું રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યનો પ્રારંભ સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે થયો હતો.

નવસર્જિત સમાજવાડીના નિર્માણ બાદ ગામમાં લગ્નપ્રસંગો, સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, ગ્રામસભાઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સુવિધાસભર અને સુસજ્જ સ્થળ ઉપલબ્ધ બનશે. આ સુવિધાથી ગામ સ્તરે કાર્યક્રમો વધુ વ્યવસ્થિત રીતે યોજી શકાશે.

ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચ બાલસંગજી ઠાકોર, નંદાજી ઠાકોર, ભરતજી ઠાકોર, વિષ્ણુભાઈ પટેલ, મુકેશભાઈ ચૌધરી સહિતના સ્થાનિક આગેવાનો, પક્ષના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande