પોરબંદર ખાતે 'બ્લુ બાયો ઇકોનોમી' વિષય પર સેમિનાર યોજાયો
પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાની વિષેશ ઉપસ્થિતીમાં તાજાવાલા હોલ ખાતે ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા દરિયાઈ સંસાધનો અને માછીમારી ઉદ્યોગના વિકાસ માટે એક વિશેષ
પોરબંદર ખાતે 'બ્લુ બાયો ઇકોનોમી' વિષય પર સેમિનાર યોજાયો.


પોરબંદર ખાતે 'બ્લુ બાયો ઇકોનોમી' વિષય પર સેમિનાર યોજાયો.


પોરબંદર ખાતે 'બ્લુ બાયો ઇકોનોમી' વિષય પર સેમિનાર યોજાયો.


પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાની વિષેશ ઉપસ્થિતીમાં તાજાવાલા હોલ ખાતે ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા દરિયાઈ સંસાધનો અને માછીમારી ઉદ્યોગના વિકાસ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભે માહિતી આપતા GSBTM ના ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય 2300 કિમી જેટલો લાંબો દરિયાકિનારો ધરાવતું હોવાથી અહીં 'બ્લુ બાયો ઇકોનોમી' ક્ષેત્રે વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર ખાતે યોજાયેલા આ સેમિનારમાં નામાંકિત વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત રહીને દરિયાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક પ્રવાહો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલી સમસ્યાઓને ઓળખી બાયોટેકનોલોજીના માધ્યમથી તેનું સચોટ નિરાકરણ લાવવાનો છે. ઉદ્યોગોની વ્યવહારિક મુશ્કેલીઓ સમજી શકાય અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉદ્યોગને વધુ નફાકારક બનાવી શકાય તે માટે સેમિનારના તબક્કા બાદ, વિભાગ દ્વારા સ્થાનિક ઉદ્યોગસાહસિકો અને સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક પણ યોજવામાં આવશે.

અંતે તેમણે આ પહેલથી આગામી સમયમાં પોરબંદરના દરિયાઈ ઉદ્યોગને નવી ઊંચાઈઓ મળશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande