પોરબંદર ખાતે સ્વદેશી મેળો તેમજ સશક્ત નારી મેળો અને પ્રદર્શનીમાં સ્વદેશી વિવિધ વસ્તુઓનો વિશાળ ખજાનો
પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના તાજાવાલા હોલ ખાતે તા.19 થી તા.21 ડિસેમ્બર દરમ્યાન સ્વદેશી મેળો અને સશક્ત નારી મેળો અને પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં પોરબંદર જિલ્લાના નાગરિકોને એકજ સ્થળે વિવિધ પ્રકારની ગુણવત્તાસભર સ્વદે
પોરબંદર ખાતે સ્વદેશી મેળો તેમજ સશક્ત નારી મેળો અને પ્રદર્શનીમાં સ્વદેશી વિવિધ વસ્તુઓનો વિશાળ ખજાનો.

પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના તાજાવાલા હોલ ખાતે તા.19 થી તા.21 ડિસેમ્બર દરમ્યાન સ્વદેશી મેળો અને સશક્ત નારી મેળો અને પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેળામાં પોરબંદર જિલ્લાના નાગરિકોને એકજ સ્થળે વિવિધ પ્રકારની ગુણવત્તાસભર સ્વદેશી વસ્તુઓ ખરીદી કરવાની અમૂલ્ય તક મળી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને સ્વદેશી મેળામાંથી ખરીદી કરીને સ્થાનિક કારીગરી અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.

મેળા અને પ્રદર્શનીમાં ખાસ કરીને મહિલાઓમાટેની ઉપયોગી ચીજવસ્તુઓ સાથે ઘરેલું ઉપયોગની અનેક વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ખાજલી, મધ, પાપડ, ધાબળા, પ્રાકૃતિક અને હર્બલ ઉત્પાદનો, જવેલરી આઇટમો, પટોળા, શાલ-ધાબરા, મોતીવર્ક, દોરીવર્ક, સાબુ-શેમ્પુ, ફિનાયલ, વુડન પ્રોડક્ટ્સ, વણાટકામ, ફૂડ પ્રોડક્ટ્સ અને કેટરિંગ, હેન્ડીક્રાફ્ટ, ફાઇલ અને જ્યુટ પ્રોડક્ટ્સ, માટીના વાસણો,ઓર્ગેનિક સાબુ, અગરબત્તી, અજરક અને જર્દોશી કામ, એમ્બ્રોઇડરી અને ભરત કામ, વાંસકામ, પ્રાકૃતિક ઉત્પાદનો, ખાદીના કપડા તેમજ વડી અને પાપડ અને ગૃહ સુશોભન અને કિચનવેર જેવી વિવિધ સ્વદેશી વસ્તુઓનો સમાવેશ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande