
પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સંયુકતરીતે ખાનગી રાહે બાતમી મળેલ કે સોનીબજાર ભક્તિ જવેલર્સ સામેની ગલીમાં ખાંચામાં ધર્મેશ ઉર્ફે લાગો ભીખુભાઈ મોતીવરસ ગેરકાયદે દારૂનું વેચાણ કરે છે જે હકિકત આધારે સુંદર જગ્યાએ જઈ રેઈડ કરતા આરોપી પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલી નંગ-120 કુલ કિં.રૂ.49,836મળી આવેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રોહી કલમ-66(1) બી, 65(ઈ),116 (બી), 81 મુજબનો ગુનો રજી. કરાવી ધોરણસર કાર્યવાહી કરી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢવામાં આવેલ છે. આ ઉપરાંત આ દારૂ દિવ્યેશ મુકેશભાઈ કાટેલીયાએ આપ્યો હોવાનું તપાસમાં ખુલતા તેની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પો.ઈન્સ જે.જે.ચૌધરી, પો.સબ ઈન્સ એમ.પી.મોરી, એ.એસ.આઈ.બી.એસ.ચાંડપા, પો.કોન્સ. હોથી અરજણભાઈ, પો.કોન્સ. જય રમેશભાઈ, પો.કોન્સ. પુષ્પરાજસિંહ દેવેન્દ્રસિંહ, પો.કોન્સ. યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ, પો.કોન્સ. કીશોર માલદેભાઈ, પો.કોન્સ. કીર્તિબેન ભરતભાઈ રોકાયેલા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya