

પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) કલાનગરી પોરબંદરમાં ચિત્ર કલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે જે અંતર્ગત આગામી તારીખ 20 મી ડિસેમ્બરના રોજ પોરબંદર મહાનગર પાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પોરબંદરના યુવા ફોટોગ્રાફર શ્યામ લખાણીના કેમેરાની આંખે કંડારેલ અદભૂત ફોટોગ્રાફ નું પ્રદર્શન THROUGH MY EYES ઉદ્ઘાટન પોરબંદરના ધારાસભ્ય અને વન પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતના તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, ડો.સુરેશ ગાંધી, પદુભાઈ રાયચુરા, જલેશલાખાણી તથા સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લાના કરશન ઓડેદરા તથા કલા રસિક નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.રાજેશ કોટેચાએ તથા આભાર દર્શન દિનેશ પોરિયાએ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya