
સુરત, 22 ડિસેમ્બર (હિ.સ.)-સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને ઊભો થયેલો પારિવારિક વિવાદ, હવે ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો છે. બાળકીના પિતાએ દીક્ષા રોકવા અરજી કરી હતી, જેના પગલે કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન માતાએ કોર્ટમાં ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો રજૂ કરી દાવો કર્યો કે, પિતાની જાણ અને સંમતિથી જ દીક્ષા પ્રક્રિયા શરૂ થઈ હતી. જ્યારે પિતાએ કહ્યું કે, તે સમયે માત્ર આશીર્વાદ લેવા ગયા હતા અને દીક્ષાની અંતિમ તારીખ અંગે જાણ ન હતી.
મામલાની ગંભીરતા જોતા ફેમિલી કોર્ટે કોઈ પણ ધાર્મિક વિધિ આગળ ન વધારવા આદેશ આપ્યો છે. માતાએ પણ એફિડેવિટ આપી દીક્ષા અસ્થાયી રીતે રોકવાની ખાતરી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે