એસબીઆઈ મેરેથોનમાં ગાંધીનગરના વિવિધ રનર્સ ગ્રૂપના 101 રનર્સને ફિનીશરનો મૅડલ મળ્યો
ગાંધીનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : શિયાળો એટલે રનર્સ માટેની મનગમતી સીઝન, આ ચાર મહિના હવે અમદાવાદ ગાંધીનગર સહિત મોટા શહેરોમાં વિવિધ મેરેથોન અને અન્ય રન ઇવેન્ટનું આયોજન થશે. એસબીઆઈ દ્વારા ગ્રીન એનર્જી અવેરનેસ માટે મેરેથોનનું આયોજન અમદાવાદ રિવરફ્રન્ટ ખા
ગાંધીનગરના રનર્સ


ગાંધીનગરના રનર્સ


ગાંધીનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : શિયાળો એટલે રનર્સ માટેની મનગમતી સીઝન, આ ચાર મહિના હવે અમદાવાદ ગાંધીનગર સહિત મોટા શહેરોમાં વિવિધ મેરેથોન અને અન્ય રન ઇવેન્ટનું આયોજન થશે. એસબીઆઈ દ્વારા ગ્રીન એનર્જી અવેરનેસ માટે મેરેથોનનું આયોજન અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.

એસબીઆઈ મેરેથોનમાં ૨૧૦૦ થી વધુ રનર્સે ભાગ લીધો હતો. ઝુમ્બા ડાન્સ સાથે આ ઇવેન્ટનો શુભારંભ થયો હતો. ગાંધીનગરના વિવિધ રનર્સ ગ્રૂપના લગભગ ૧૦૧ સભ્યોએ એસબીઆઈ વિવિધ રનિંગ કેટેગરીમાં ભાગ લઈ ફિનીશરનો મૅડલ મેળવ્યો હતો. ગાંધીનગર કેપિટલ રનર્સ ગ્રૂપના ૭૧ અને યુનિટી રનર્સના ૩૦ સભ્યોએ આ ગ્રીન રનિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં ગાંધીનગરના કેપિટલ રનર્સ ગ્રૂપના રનર્સ મોનિકા સુદ, ડૉ. કાલિંદી ગાંધી, સત્યજીત જેના અને કુણાલ સાંખલા એમની એજ કેટેગરીમાં પોડિયમ ફિનિશર એટલે કે વિજેતા થયાં હતાં અને એમને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ગાંધીનગરના કેપિટલ રનર્સ ગ્રૂપના પ્રેસિડેન્ટ રાધાકૃષ્ણન અને યુનિટી રનર્સ ક્લબના સ્ટીફન મુકાલેલ તેમજ નવીન પોડુવાલે વિજેતા અને મેરેથોનમાં ભાગ લઈ મેડલ મેળવનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande