રવિવારે મોડી રાતે ભચાઉ હાઇવે પર ચાર વાહનો અથડાતા આગ,બાળક સહિત બે લોકોના મોત
ભુજ, 22 ડિસેમ્બર (હિ.સ.) રવિવારે મોડી રાતે કચ્છ જિલ્લાના ભચાઉના કેસરીગઢ રિસોર્ટ પાસે એક અકસ્માતમાં ચાર વાહનો એકસાથે અથડાયા હતા. એક ગાડીમાં નાનું બાળક અને પતિ-પત્ની ફસાયા હોવાની માહિતી મળી આવી હતી. ભચાઉ હાઇવે પર કારમાં આગ લાગવાને કારણે બાળક સહિત
રવિવારે મોડી રાતે ભચાઉ હાઇવે પર ચાર વાહનો અથડાતા આગ,બાળક સહિત બે લોકોના મોત


ભુજ, 22 ડિસેમ્બર (હિ.સ.) રવિવારે મોડી રાતે કચ્છ જિલ્લાના ભચાઉના કેસરીગઢ રિસોર્ટ પાસે એક અકસ્માતમાં ચાર વાહનો એકસાથે અથડાયા હતા. એક ગાડીમાં નાનું બાળક અને પતિ-પત્ની ફસાયા હોવાની માહિતી મળી આવી હતી.

ભચાઉ હાઇવે પર કારમાં આગ લાગવાને કારણે બાળક સહિત બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા.ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, રવિવારે મોડી રાત્રે ભચાઉ હાઈવે ઉપર કેસરીગઢ રિસોર્ટ પાસે એક સાથે ચાર નાના મોટા વાહનો અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી, જેમાં એક કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેમાંથી એક પરિવારને બચાવી લેવામાં આવ્યો હતો. કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે દાઝી જતાં બાળક સહિત બે લોકોના મોત થયા હતા.

જ્યારે અન્ય ઘાયલોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તથા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા.

પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભચાઉ ફાયર અધિકારીએ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભચાઉના કેસરીગઢ રિસોર્ટ પાસે એક અકસ્માત થયો હોવાનો અમને કોલ આવ્યો હતો. જ્યાં ચાર વાહનો એકસાથે અથડાયા હતા. એક ગાડીમાં નાનું બાળક અને પતિ-પત્ની ફસાયા છે.

આખો પરિવાર અંદર ફસાયેલો હતો. વિવિધ ટીમોએ ત્યાં પહોંચીને પતિ-પત્નીને બચાવી લીધા હતા. જ્યારે બાળક અંદર ફસાયો હતો જ્યાં પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો. તેની બોડી ત્યાંથી રિકવર કરવામાં આવી હતી. આની પાછળ ત્રણ વાહનો બીજા અથડાયા હતા. જ્યાં ટ્રેલરમાં પણ એક ડ્રાઇવર ફસાયેલો હતો. તેની પણ બોડી રિકવર કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande