
ગીર સોમનાથ, 22 ડિસેમ્બર (હિ.સ.) તાલાલાના આંકોલવાડી ગામે સમાજસેવી ડો. ગોપાલભાઈ હડિયાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તેમણે તપોવન 1 વિદ્યા સંકુલની ભૂમિ પર વિનામૂલ્યે વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરી, સમાજમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પાન, માવા, બીડી, તમાકુ અને દારૂ જેવા વ્યસનો 1 છોડવાનો સંકલ્પ 30 લોકોએ લીધો હતો. ડો. ગોપાલભાઈ હડિયાએ જણાવ્યું હતું કે વ્યસનમાનવીના આરોગ્ય, પરિવાર અને સમાજ માટે ઘાતક છે. આથી વ્યસનમાં ફસાયેલા લોકોને આ ચુંગાલમાંથી મુક્ત કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વ્યસન છોડવાનો નિર્ધાર કરનાર તમામ 30 વ્યક્તિઓને વિનામૂલ્યે હોમિયોપેથીક દવાઓ પણ આપવામાં આવી હતી, જેથી તેઓ સરળતાથી વ્યસન છોડવામાં સફળ બની શકે છે. આ પ્રસંગે ડો. હડિયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા તેમજ તેમના સમાજસેવાના પ્રયાસને બિરદાવવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પ્રમુખ મંજુલાબેન, સરપંચ શેજલબેન, તાલુકા પંચાયત સદસ્ય અલ્પાબેન, તપોવન વિદ્યા સંકુલના સંચાલક રાજુભાઈ પાનેલીયા, PST ધનેશા મેડમ શિક્ષાણ સંઘના પ્રમુખ પરબતભાઈ ચાડેરા સહિત અનેક આગેવાનો, શિક્ષકો, પોલીસ સ્ટાફ, વેપારીઓ, સંકુલના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ અનોખા વ્યસનમુક્તિ કાર્યક્રમના પ્રણેતા ડો. ગોપાલભાઈ હડિયાની આ સેવા ગીર પંથકમાં વ્યાપકપશંસા મેળવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ