મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઈન નિવારણ 24 ડિસેમ્બરે યોજાશે
- નાતાલની જાહેર રજાના અનુસંધાને ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત બુધવારે ગાંધીનગર,22 ડિસેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત
મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઈન નિવારણ 24 ડિસેમ્બરે યોજાશે


- નાતાલની જાહેર રજાના અનુસંધાને ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત બુધવારે

ગાંધીનગર,22 ડિસેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત બુધવાર 24 ડિસેમ્બરે યોજવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર 25 ડિસેમ્બરે નાતાલની જાહેર રજાને અનુલક્ષીને ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, 24 ડિસેમ્બરે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande