
જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : ગિફ્ટ અને ભેટ સોગાદોના નામે બિનજરૂરી ચીજ વસ્તુઓના વેચાણ દ્વારા, ભારત જેવા દેશોમાં વિદેશના વેપારી એક મોટી બજાર ઈચ્છી રહ્યા છે, જેથી ભારતમાં વેપાર કરી શકાય અને ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં ફસાઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે આવી ચીજ વસ્તુઓ એક હાથથી બીજા હાથ હસ્તાંતરણ સિવાય બીજા કોઈ ઉપયોગમાં આવતી નથી. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર હોય આવી બિનજરૂરી ભેટ સોગાદોનું ચલણ હમણાં ખૂબ વધી ગયું છે, સરકારના સ્વનિર્ભર અને સ્વદેશી અભીયાનને આગળ વધારી ભારતના લોકોએ વિદેશી ષડયંત્રથી બચવાની જરૂર છે.
નાતાલમાં સાન્તાક્લોઝ બાળકો માટે બહુ રમકડા અને ચોકલેટ લઈને આવે છે, બાળકોની આવી અનુચિત ધારણા હોય છે. ક્રિસમસની રાત્રે સૌથી વધારે પ્રિય હોય તેવી ભેટ વસ્તુઓની મનોકામના કરવાનું કહેવામાં આવે છે. સાન્તાક્લોઝ આવી જે ક્રિસમસ ટ્રી પાસે આ ભેટ વસ્તુઓ મૂકી જાય છે એવું કહેવામાં આવે છે. વાસ્તવમાં આ ભેટ વસ્તુઓ ક્યારેય પ્રાપ્ત થતી હોતી નથી, બાળકોની ખુશી માટે તેમના માતા પિતા જ ક્રિસમસ ટ્રી પાસે ભેટ વસ્તુઓ રાખી દેતા હોય છે.
માતા-પિતાએ સાન્તાક્લોઝ અને આ ભેટ વસ્તુઓનો જુઠ્ઠા સંબંધની બાળકોને સમજ આપવી જોઈએ, પરંતુ ચોથી સદીથી તુર્કીસ્તાનના મીરાનગર સ્થિત બિશપ નિકોલસથી સાન્તાક્લોઝ ની આવી ભેટ પ્રથાનો પ્રારંભ થયો. જે સંતાક્લોઝ ભારતના કુમળા બાળકોનું માનસિક ધર્માંતરણ જ કરી રહ્યા છે.
આવા માનસિક ધર્માંતરિત થયેલા બાળકો આગળ જતા સનાતન હિંદુ ધર્મની પરંપરાઓની મજાક ઉડાવવામાં પોતાને ધન્યતા અનુભવતા હોય છે અને આવા બાળકો બુદ્ધિવાદી બનીને એક પ્રકારની રાષ્ટ્ર અને ધર્મ ઉપર આઘાતો કરે છે. જેથી હિન્દુ સેના નાતાલમાં બાળકોનું ધર્માંતરણ કરવા વાળાથી ચેતવી જાગૃતતા લાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt