જામનગર જિલ્લાના વીરવાવ ગામે, આર્થિક ભીંસ અને પુત્રના લગ્નની ચિંતામાં ખેડૂતે ગળેફાંસો ખાધો
જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં અકાળે અવસાનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાલાવડ તાલુકાના વીરવાવ ગામમાં રહેતા એક ખેડૂતે આર્થિક ભીંસના કારણે, તેના પુત્રના લગ્નની ચિંતામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેને લઈને ખેડૂત પરિવારમાં કરૂણ આક્રંદ ફે
મોત


જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં અકાળે અવસાનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાલાવડ તાલુકાના વીરવાવ ગામમાં રહેતા એક ખેડૂતે આર્થિક ભીંસના કારણે, તેના પુત્રના લગ્નની ચિંતામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેને લઈને ખેડૂત પરિવારમાં કરૂણ આક્રંદ ફેલાયો છે.

વિગત અનુસાર કાલાવડ તાલુકાના વીરવાવ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રકાશભાઈ રામભાઈ કાતડ નામના 46 વર્ષના ખેડૂત યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. યુવાને પોતાના ઘેર કપડાં સૂકવવાની દોરી વડે લોખંડ ના એંગલ માં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લેતા અરેરાટી મચી ગઇ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના નાનાભાઈ મનીષ રામભાઈ કાતડે જણાવ્યું કે, મૃતક ખેડૂત કે, જેઓ છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી ભોગવતા હતા, અને પોતાના પુત્રના લગ્નની ચિંતામાં છેલ્લા કેટલાક સમયથી ગમસૂમ રહેતા હતા, અને તેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કર્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. બીજી બાજુ ખેડૂતના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande