
નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
પીયૂષ ગોયલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મુક્ત વેપાર કરાર (એફટીએ) ને બંને દેશો
માટે એક ફાયદાનો સોદો ગણાવ્યો. તેમણે કહ્યું કે,” આ કરાર આપણા ખેડૂતો, માછીમારો અને
ડેરી ક્ષેત્રને ઘણો ફાયદો કરાવશે.” તેમણે કહ્યું કે,” આ પરસ્પર લાભદાયી કરાર
ભારત-ન્યુઝીલેન્ડ આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને 2047 સુધીના વિકસિત
ભારતના વિઝન તરફ ભારતની યાત્રાને આગળ વધારશે.”
એક્સ-પોસ્ટ પર ભારત-ન્યુઝીલેન્ડ એફટીએ વાટાઘાટોના સમાપન
પર પ્રતિક્રિયા આપતા, કેન્દ્રીય
વાણિજ્ય મંત્રીએ કહ્યું,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનના
માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ, અને મારા મિત્ર અને સમકક્ષ, મંત્રી ટોડ મેકક્લેના ગાઢ અને સહયોગી જોડાણ
સાથે, ભારત અને
ન્યુઝીલેન્ડે રેકોર્ડ, નવ મહિનામાં ઐતિહાસિક એફટીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ
આપણા દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, “એફટીએ અમલમાં
આવ્યા પછી, ભારતની નિકાસના 100% પર ટેરિફ-મુક્ત
ઍક્સેસ સુનિશ્ચિત કરશે, જે તમામ ટેરિફ
લાઇન પર ટેરિફને દૂર કરશે. આનાથી ખેડૂતો, એમએસએમઈ, શ્રમિકો, કારીગરો, મહિલા-આગેવાની હેઠળના સાહસો અને યુવાનોને ફાયદો થશે, તેમજ કાપડ, વસ્ત્રો, ચામડું અને
ફૂટવેર જેવા શ્રમ-સઘન ક્ષેત્રો માટે પુષ્કળ તકો પૂરી પાડશે. એન્જિનિયરિંગ અને
ઉત્પાદન, ઓટોમોબાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી, પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ્સ
અને રસાયણો જેવા ક્ષેત્રોને પણ ફાયદો થશે.“
તેમણે જણાવ્યું હતું કે,” આ કરાર રોકાણને
નોંધપાત્ર પ્રોત્સાહન આપે છે, ન્યુઝીલેન્ડ 15 વર્ષમાં ભારતમાં 20 અરબ ડોલર વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) આકર્ષવા માટે
પ્રતિબદ્ધ છે, જે ઉત્પાદન, માળખાગત સુવિધાઓ, સેવાઓ, નવીનતા અને
રોજગાર સર્જનને લક્ષ્ય બનાવે છે. ખેડૂતોને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને, એફટીએ ન્યુઝીલેન્ડના
બજારોમાં ભારતીય કૃષિ ઉત્પાદનો માટે નવી તકો ખોલશે, જેમાં ફળો, શાકભાજી, કોફી, મસાલા, અનાજ અને પ્રોસેસ્ડ ફૂડનો સમાવેશ થાય છે.”
ગોયલે જણાવ્યું હતું કે,” કૃષિ ઉત્પાદકતા
ભાગીદારી, શ્રેષ્ઠતા
કેન્દ્રો અને ન્યુઝીલેન્ડની અદ્યતન કૃષિ-તકનીકોની પહોંચ દ્વારા ખેડૂતોને ઉચ્ચ
ઉત્પાદકતા, સુધારેલી
ગુણવત્તા અને ઉચ્ચ આવકનો નોંધપાત્ર લાભ મળશે. મધ, કીવી અને સફરજન જેવા બાગાયતી ઉત્પાદનો માટે
લક્ષિત પહેલ આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.”
વાણિજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે,” સ્થાનિક
સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, ભારતે ડેરી, ખાંડ, કોફી, મસાલા, ખાદ્ય તેલ, કિંમતી ધાતુઓ (સોનું અને ચાંદી), કિંમતી ધાતુના
ભંગાર, કોપર કેથોડ અને
રબર-આધારિત ઉત્પાદનો સહિત કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોનું રક્ષણ કર્યું છે, જેનાથી ખેડૂતો, એમએસએમઈઅને સ્થાનિક
ઉદ્યોગોની સલામતી સુનિશ્ચિત થાય છે.”
ગોયલે જણાવ્યું હતું કે,” એફટીએ ભારતના સેવા
ક્ષેત્ર માટે નવી તકો ઊભી કરે છે, જેમાં આઈટી અને આઈટીઈએસ, નાણાં, શિક્ષણ, પર્યટન, બાંધકામ અને અન્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આરોગ્યસંભાળ, પરંપરાગત દવા, વિદ્યાર્થી
ગતિશીલતા અને અભ્યાસ પછીના કાર્યક્રમોમાં ન્યુઝીલેન્ડનો પ્રથમ ઉમેરો ભારતીય
વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે અભૂતપૂર્વ માર્ગો ખોલે છે. વધુમાં, વર્કિંગ હોલિડે
વિઝા, પોસ્ટ-સ્ટડી વર્ક
પાથવે અને કુશળ ભારતીય વ્યાવસાયિકો માટે 5,000 અસ્થાઈ રોજગાર વિઝાનો ખાસ ક્વોટા સહિતની ગતિશીલતાની
સુધારેલી જોગવાઈઓ, ભારતીય
પ્રતિભાઓને વધુ વૈશ્વિક તકો મેળવવામાં મદદ કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ