
નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે
બુધવારે શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)સેન્સેક્સ
શરૂઆતના કારોબારમાં 144.16 પોઈન્ટ અથવા ૦.17% વધીને 85,669 પર ટ્રેડ થયો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી પણ 36.3૦ પોઈન્ટ અથવા ૦.14% વધીને 26,213.45 પર ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સના ૩૦ માંથી 21 શેરો ઊંચા વેપાર
કરી રહ્યા છે. નિફ્ટીના 5૦ માંથી 34 શેરો ઉપર વેપાર કરી રહ્યા છે. એનએસઈના મીડિયા, મેટલ અને રિયલ્ટી
સૂચકાંકો ઉપર છે, જ્યારે આઈટી શેરો નીચે છે. તે
જ સમયે, ભારતીય ચલણ
રૂપિયો પણ શરૂઆતના કારોબારમાં 12 પૈસા વધીને યુએસ
ડોલર સામે 89.51 પર પહોંચ્યો.
આ ઉપરાંત, એશિયન બજારોમાં, કોરિયાનો કોસ્પી 0.13 ટકા વધીને 4,122 પર અને જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.093 ટકા વધીને 50,460 પર ટ્રેડ કરી
રહ્યો છે. તેવી જ રીતે, હોંગકોંગનો હેંગ
સેંગ ઇન્ડેક્સ 0.097 ટકા વધીને 25,799 પર અને ચીનનો
શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.24 ટકા વધીને 3,929 પર ટ્રેડ કરી
રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા, બીએસઈ સેન્સેક્સ 42.63 પોઈન્ટ એટલેકે 0.050 ટકાના ઘટાડા
સાથે 85,524.84 પર બંધ થયો હતો.
દરમિયાન, નેશનલ સ્ટોક
એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 4.75 પોઈન્ટ એટલેકે 0.018 ટકાના વધારા
સાથે 26,177.15 પર બંધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ