
નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.) મેગ્નેટ વિન્ડિંગ વાયર ઉત્પાદક કેએસએચ ઇન્ટરનેશનલ
લિમિટેડના શેર મંગળવારે તેના રૂ.384 ના ઇશ્યૂ ભાવથી લગભગ ચાર ટકાના ઘટાડા સાથે લિસ્ટ થયા.
કંપનીનું બજાર મૂલ્યાંકન રૂ. 2,437.85 કરોડ રહ્યું.
કેએસએચ ઇન્ટરનેશનલ લિમિટેડના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક
એક્સચેન્જ (એનએસઈ) બંને પર રૂ. 370 પર લિસ્ટ થયા, જે ઇશ્યૂ ભાવથી 3.64 ટકાનો ઘટાડો
દર્શાવે છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, તે બીએસઈ પર 7.55 ટકા ઘટીને રૂ. 355 પર આવી ગયો. એનએસઈ પર, કંપનીના શેર 7.81 ટકા ઘટીને રૂ. 354 પર આવી ગયા.
કેએસએચ ઇન્ટરનેશનલે તેના પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) માટે પ્રતિ શેર ₹365-384 પર પ્રાઇસ બેન્ડ
નક્કી કર્યો હતો. પુણે સ્થિત કંપનીનો આઈપીઓ ₹420 કરોડના નવા ઇશ્યૂ અને ₹290 કરોડના વેચાણ માટે ઓફર (ઓએફએસ)નું મિશ્રણ હતું.
1979 માં સ્થપાયેલ, કેએસએચ ઇન્ટરનેશનલ દેશની
ત્રીજી સૌથી મોટી મેગ્નેટ વાયર ઉત્પાદક અને નિકાસની દ્રષ્ટિએ સૌથી મોટી કંપની છે.
કેએસએચ બ્રાન્ડ હેઠળ, તે પાવર, રિન્યુએબલ, રેલ્વે, ઓટોમોટિવ અને
ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઓઇએમ
(મૂળ ઉપકરણ ઉત્પાદકો) ને ઉત્પાદનો સપ્લાય કરે છે. તે યુએસ, જર્મની, યુએઈ અને જાપાન સહિત 24 દેશોમાં પણ
નિકાસ કરે છે. તેની મહારાષ્ટ્રના તલોજા અને ચાકણમાં ત્રણ ઉત્પાદન સુવિધાઓ છે.જ્યારે
અહિલ્યાનગરના સુપામાં ચોથો પ્લાન્ટ નિર્માણાધીન છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ