
નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.). અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે શેરબજાર લાલ રંગમાં ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાલમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) સેન્સેક્સ 201.33 પોઈન્ટ એટલેકે 0.24 ટકા ઘટીને 85,366.15 પર ટ્રેડ કરી રહ્યો છે. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નિફ્ટી 45.45 પોઈન્ટ એટલેકે 0.17 ટકા ઘટીને 26,126.95 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી, 19 શેરો ઉછળી રહ્યા છે, જ્યારે 11 શેરો ઘટી રહ્યા છે. આઈટી અને ફાર્માસ્યુટિકલ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન, બેંકિંગ અને મેટલ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. વધુમાં, કેએસએચ ઇન્ટરનેશનલનો આઇપીઓ આજે બજારમાં લિસ્ટ થશે.
એશિયન બજારમાં, કોરિયાનો કોસ્પી 0.45% વધીને 4,124 પર અને જાપાનનો નિક્કી 0.079% વધીને 50,442 પર ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.29% વધીને 25,877 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.34% વધીને 3,930 પર ટ્રેડ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા, બીએસઇ સેન્સેક્સ 638.12 પોઈન્ટ એટલેકે 0.75% વધીને 85,567.48 પર બંધ થયો હતો. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નિફ્ટી 206 પોઈન્ટ એટલેકે 0.79% વધીને 26,172.40 પર બંધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ