પોરબંદરની ઈશા વાઘેલાની રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ.
પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) ન્યુ દિલ્હી સ્થિત ડો. કરણી સિંગ શૂટિંગ રેન્જ ખાતે 11 થી 18 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલ 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરની ઈશા પરેશ વાઘેલાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. ઈશા વાઘેલાએ જુનિયર વ
પોરબંદરની ઈશા વાઘેલાની રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ.


પોરબંદરની ઈશા વાઘેલાની રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિદ્ધિ.


પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) ન્યુ દિલ્હી સ્થિત ડો. કરણી સિંગ શૂટિંગ રેન્જ ખાતે 11 થી 18 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલ 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરની ઈશા પરેશ વાઘેલાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું છે.

ઈશા વાઘેલાએ જુનિયર વુમન તેમજ સિનિયર વુમન કેટેગરીમાં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં 600 માંથી 547 સ્કોર મેળવી નેશનલ માટે ક્વોલિફાઈ થવાની સાથે આવનાર ઇન્ડિયન ટીમ ટ્રાયલ માટે પણ ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું છે.

ઈશાએ નિશાનેબાજીની શરૂઆત પોરબંદર સ્થિત સરદાર પટેલ રમત સંકુલની ઇન્ડોર શૂટિંગ રેન્જમાંથી કરી હતી, જ્યાં તેમણે બેઝિક તેમજ એડવાન્સ ટ્રેનિંગ મેળવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ખેલ મહાકુંભ તેમજ સ્ટેટ એસોસિએશનની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલો જીત્યા હતા. ઉપરાંત પ્રી-નેશનલ અને નેશનલ લેવલની સ્પર્ધાઓમાં પણ ઈશાએ પોતાની પ્રતિભા દર્શાવી હતી.

આ સમગ્ર યાત્રા દરમિયાન જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનિષકુમાર જીલડીયા તરફથી મળેલ માર્ગદર્શન અને સહકાર ઈશા માટે પ્રેરણારૂપ સાબિત થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.હાલમાં ઈશા વાઘેલા વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની શૂટિંગ રેન્જમાં નિયમિત પ્રેક્ટિસ કરી રહી છે. નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ઈશાએ પોરબંદરને ગૌરવ અપાવ્યું છે

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande