
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) ચંદુમાણા ગામના ઇશાબેનને શુક્રવારે પાટણથી ચંદુમાણા આવતી બસમાં ઘરે પરત ફરતી વખતે એક પાકીટ મળ્યું હતું. પાકીટમાં રોકડ રકમ સાથે કેટલાક મહત્વના દસ્તાવેજો પણ હતા.
ઘરે પહોંચ્યા બાદ ઇશાબેને આ બાબત પોતાના પતિને જાણ કરી હતી. ત્યારબાદ તેમના પતિએ ગામમાં જાહેરાત કરી કે જેનું પાકીટ ખોવાયું હોય તે યોગ્ય નિશાની આપીને લઈ જઈ શકે.
આ દરમિયાન હાજીપુરના રહેવાસી અને ચંદુમાણા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મમતાબેનનું પાકીટ ખોવાયું હોવાનું જાણવા મળ્યું. હકીકતની ખાતરી થયા બાદ ગામના અગ્રણીઓ અશ્વિન વ્યાસ, મહાદેવ દેસાઈ અને આશાવર્કર પદ્માબેનની ઉપસ્થિતિમાં ઇશાબેને પાકીટ મૂળ માલિક મમતાબેનને પરત કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ