જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
સોમનાથ,22 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર અગત્સ્ત્ય હોસ્પિટલથી મીરાનગર રોડ સુધીના માર્ગની સલામતી વધારવી, કોયલી ફાટક, મધુરમ
સમીક્ષા બેઠક યોજાઈ


સોમનાથ,22 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર અગત્સ્ત્ય હોસ્પિટલથી મીરાનગર રોડ સુધીના માર્ગની સલામતી વધારવી, કોયલી ફાટક, મધુરમ બાયપાસ, ઝાંઝરડા ચોકડીના માર્ગની મરામત કરાવવી, રખડતા ઢોર બાબતે કાર્યવાહી, મીકેનીઝમ તૈયાર કરાવવું, મહાનગરપાલિકા વિસ્તારમાં માર્ગ સલામતીના ઉપાયો વધારવા માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરાવવું, આગામી માર્ગ સલામતી માસ 2026 જાન્યુઆરીની ઉજવણી માટે વિશેષ પ્લાનિંગ, હાલની પરિસ્થિતિની સાપેક્ષમાં 50 % જેટલો મૃત્યુઆંક ઘટાડવો વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વિસાવદરથી રતાંગ બરડિયા રોડ ઉપર માર્ગ મરામતની કામગીરી જોઈએ તો તેમાં ભયજનક વળાંકના બોર્ડ મુકાવવાથી લઈને સ્પીડ બ્રેકર મુકાવવા, જે પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ બાયપાસ ઉપર ગલીયાવાડ, ખલીલપુર, વધાવી, ઉમરવાડા, ધંધુસરના અન્ડર બ્રિજના મરામતની કામગીરી આગળ વધારવી, તેમજ જુનાગઢ બાયપાસ રોડ ઉપર એન્ટી ગ્લેર સ્ક્રીન મુકાવવા, ઓવરહર્ડ એન્ટ્રી, ક્રેશ બેરીયર્સ મુકાવવાની કામગીરી હાથ ધરવાની થાય છે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મધુરમ ગેઇટ, ચોબારી ફાટક, ઝાંઝરડા ચોકડી, અક્ષર બ્રીજ, ખામધ્રોળ ચોકડી વિસ્તારમાં ખાડા પુરાવવાની કામગીરી હાથ ધરાવવી, આગામી જાન્યુઆરી ૨૦૨૬ માં માર્ગ સલામતી માસની વિવિધ વિભાગો સાથે ઉજવણીનું પ્લાનિંગ હાથ ધરાયું છે. જેમાં વિવિધ રીતે ચિત્ર સ્પર્ધા, આઈ ચેકઅપ કેમ્પ, મેરેથોન દોડ, વકતૃત્વ સ્પર્ધા, ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસો, સીટબેલ્ટ, હેલ્મેટ વગેરે કાયદાની અમલવારી કરાવવી, રાહવીર યોજનાની અમલવારી કરાવવી, ઓવરલોડ કરીને પેસેન્જરો ભરવા, ઓવરર્સ્પીડીંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ચાલુ મોબાઈલમાં ડ્રાઈવિંગ કરતી વખતે વાત કરવી, આમ તમામ મુદાને આવરી લેવામાં આવ્યા હતા.

બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાની જે જે શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન સેન્ટર, કોલેજોમાં જે જે વિદ્યાર્થીઓ ટુ વ્હીલર વાહનો લઈને આવતા હોય અને જો તેઓએ હેલ્મેટ નહી પહેરેલી હોય તો તેની સંપૂર્ણપણે જવાબદારી જે તે સંચાલકની જ રહેશે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર કોઈ જ કચાશ દાખવશે નહી અને રૂ.૫,૦૦૦ સુધીનો દંડ પણ કરવામાં આવશે.

ઉપરોકત સમીક્ષા બેઠકમાં જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક આરટીઓ કચેરીના અધિકારીઓ અને કર્મ્ચારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારી અને અન્ય સંલગ્ન અધિકારીગણ હાજર રહયા હતા

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande