
પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સખપુર ગામે વિદેશી દારુનો મોટો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો અને એક શખ્સને વિદેશી દારૂની 240 બોટલ સાથે ઝડપી લીધો હતો. પોરબંદર એલસીબીનો સ્ટાફ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન એવી બાતમી મળી હતી કે દેવડાથી સખપુર જતા રસ્તા પર ધર્મશાળા સામે આવેલી એક ઓરડીમા વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-240 કિંમત રૂ. 2,64000નો મુદામાલ સાથે જીવા બાલુ મોરી નામના શખ્સને ઝડપી લીધો હતો જયારે ભોજા બાલુ મોરી મળી આવ્યો ન હતો આ બન્ને શખ્સો વિરૂધ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમા પ્રોહિબિશન હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya