


અંબાજી 23 ડિસેમ્બર(હિ.સ)અંબાજી પંથકના ગરીબ આદિવાસી ખેડૂતો સાથે ખાતરના
નામે થતી ઉઘાડી લૂંટનો કિસ્સો સામે આવ્યો છે.... કે ભારે ચિંતા જનક બાબત છે ખેતીની
સીઝનમાં જ્યારે ખાતરની તાતી જરૂરિયાત હોય છે, ત્યારે
સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. ₹300ની કિંમતની યુરિયાની થેલીના ખેડૂતો પાસેથી 350 વસૂલવામાં આવ્યા હતા. ભોળા આદિવાસી ખેડૂતોને નવા ભાવની પૂરતી
જાણકારી ન હોવાથી, તેઓએ ચુપચાપ વધારાના પૈસા ચૂકવ્યા હતા, જે વહીવટી તંત્રની નિષ્ફળતા અને વેપારીઓની લાલચ છતી કરે છે. એક
તરફ ખાતર લાંબા સમય બાદ મળ્યું અને તેપણ નિયત ભાવ કરતા વધુ ભાવે.
જ્યારે અમારી ટીમદ્વારા સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી,ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા અંબાજી પંથકના ગરીબ આદિવાસી
ખેડૂતો સાથે ખાતરના નામે થતી ઉઘાડી લૂંટનો કિસ્સો અત્યંત આઘાતજનક છે. ખેતીની
સીઝનમાં જ્યારે ખાતરની તાતી જરૂરિયાત હોય છે ત્યારે ખાતર ન મળ્યું જ્યારે ખાતર
આવ્યું ત્યારે સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવતા જોવા મળ્યા. 300ની કિંમતની યુરિયાની થેલીના ખેડૂતો પાસેથી 350 વસૂલવામાં આવ્યા હતા. ભોળા આદિવાસી ખેડૂતોને નવા ભાવની પૂરતી
જાણકારી ન હોવાથી, તેઓએ ચુપચાપ વધારાના પૈસા ચૂકવ્યા હતા, જે વહીવટી તંત્રની નિષ્ફળતા અને વેપારીઓની લાલચ છતી કરે છે.
અમારા પ્રતિનિધિ એ દુકાનદારને કડક
સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે પકડાઈ જવાના ડરથી દુકાનદારે તરત જ
ખેડૂતોને વધારાના 50 પરત કરી દીધા હતા.
સૌથી વધુ
દુઃખની વાત એ છે કે આ ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી
કડકડતી ઠંડીમાં લાઈનો લગાવીને ઉભા રહે છે. છ-છ મહિના સુધી ખાતરની રાહ જોયા બાદ
જ્યારે ખાતર મળે, ત્યારે પણ જો તેમને લૂંટવામાં આવે તો તે
અત્યંત ગંભીર બાબત ગણી શકાય,સરકાર
દ્વારા સંચાલિત દુકાનોમાં જ જો આવી ગેરરીતિ થતી હોય, તો સામાન્ય
ખેડૂતે ન્યાય માટે ક્યાં જવું? આવા બેફામ
બનેલા દુકાનદારો સામે તંત્ર દ્વારા કડક પગલાં ભરી તેમના લાયસન્સ રદ કરવા જોઈએ જેથી
ભવિષ્યમાં કોઈ ખેડૂત સાથે આવી છેતરપિંડી ન થાય.
લૂંટાયેલ ખેડૂત સાથેને દુકાનદારને કડક સવાલો
પૂછવામાં આવ્યા, ત્યારે પકડાઈ જવાના ડરથી દુકાનદારે તરત જ
ખેડૂતોને વધારાના ₹50 પરત કરી
દીધા હતા. આ બાબત સાબિત કરે છે કે દુકાનદાર જાણીજોઈને લૂંટ ચલાવી રહ્યો હતો.
જો મીડિયાએ દખલ ન કરી હોત, તો હજારો ગરીબ ખેડૂતોના પરસેવાની કમાણી આ ભ્રષ્ટ તત્વોના
ખિસ્સામાં ગઈ હોત.સૌથી વધુ દુઃખની વાત એ
છે કે આ ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી
કડકડતી ઠંડીમાં લાઈનો લગાવીને ઉભા રહે છે. છ-છ મહિના સુધી ખાતરની રાહ જોયા બાદ
જ્યારે ખાતર મળે, ત્યારે પણ જો તેમને લૂંટવામાં આવે તો તે
લોકશાહીમાં શરમજનક છે. સરકાર દ્વારા સંચાલિત દુકાનોમાં જ જો આવી ગેરરીતિ થતી હોય, તો સામાન્ય ખેડૂતે ન્gયાય માટે
ક્યાં જવું? આવા બેફામ બનેલા દુકાનદારો સામે તંત્ર
દ્વારા કડક પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ ખેડૂત સાથે આવી છેતરપિંડી ન થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ