25 દિવસમાં સુરતમાં ₹6.26 કરોડના ચલણ, 66 હજારથી વધુ વાહનચાલકો દંડાયા
સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.)-છેલ્લા 25 દિવસથી ચાલી રહેલી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન સુરત પોલીસએ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 66,681 વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. આ સમયગાળામાં કુલ ₹6,26,61,500ના ઈ-ચલણ અને મેમો ફટકારવામાં આવ્યા છે. પોલીસે સ્પી
25 દિવસમાં સુરતમાં ₹6.26 કરોડના ચલણ, 66 હજારથી વધુ વાહનચાલકો દંડાયા


સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.)-છેલ્લા 25 દિવસથી ચાલી રહેલી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન સુરત પોલીસએ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 66,681 વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. આ સમયગાળામાં કુલ ₹6,26,61,500ના ઈ-ચલણ અને મેમો ફટકારવામાં આવ્યા છે.

પોલીસે સ્પીડગન અને હાઈ-ટેક કેમેરાની મદદથી શહેરભરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સૌથી વધુ 25,018 કેસ ઓવરસ્પીડિંગના નોંધાયા છે. ઉપરાંત 13,708 વાહનચાલકો સિગ્નલ તોડતા ઝડપાયા, જ્યારે 4,303 લોકો રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતા પકડાયા.

હેલ્મેટ વગર વાહન ચલાવનાર 3,382 લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર એક જ દિવસમાં 2,622 કેસ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે. માર્ગ અકસ્માતો ઘટાડવા માટે આ ટ્રાફિક ડ્રાઈવ આગામી દિવસોમાં પણ વધુ કડક રીતે ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande