સાવરકુંડલા માનવ મંદિરે કલેક્ટર ભારદ્વાજની મુલાકાત, ભક્તિબાપુએ સ્વાગત કર્યું
અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) સાવરકુંડલામાં આવેલ પ્રસિદ્ધ માનવ મંદિર ખાતે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન માનવ મંદિરના સંત ભક્તિબાપુએ કલેક્ટરશ્રીનું આત્મીય સ્વાગત કર્યું હતું. કલેક્ટર ભારદ્વાજે માનવ મંદિરમાં ચાલી ર
સાવરકુંડલા માનવ મંદિરે કલેક્ટર ભારદ્વાજની મુલાકાત, ભક્તિબાપુએ સ્વાગત કર્યું


અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) સાવરકુંડલામાં આવેલ પ્રસિદ્ધ માનવ મંદિર ખાતે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન માનવ મંદિરના સંત ભક્તિબાપુએ કલેક્ટરશ્રીનું આત્મીય સ્વાગત કર્યું હતું.

કલેક્ટર ભારદ્વાજે માનવ મંદિરમાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ, માનવસેવા, સામાજિક કાર્યો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે માનવ મંદિર દ્વારા સમાજના વિવિધ વર્ગો માટે કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓની પ્રશંસા કરી અને આ પ્રકારની સંસ્થાઓ સમાજમાં સંવેદના અને માનવતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું.

ભક્તિબાપુએ માનવ મંદિરની સ્થાપના, તેના ઉદ્દેશો તથા ગરીબ, પીડિત અને જરૂરિયાતમંદ લોકો માટે કરવામાં આવતી વિવિધ સેવાઓ વિશે કલેક્ટરશ્રીને અવગત કરાવ્યા હતા. મુલાકાત દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી. કલેક્ટરની મુલાકાતથી માનવ મંદિરની સેવાકીય કામગીરીને વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande