
અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી પોલીસદ્વારા માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર એક અરજદારશ્રીનો ગુમ થયેલ મોબાઇલ ફોન હ્યુમન સોર્સની મદદથી સફળતાપૂર્વક શોધી કાઢી તેમને પરત અપાવવામાં આવ્યો હતો.
અરજદારશ્રીએ મોબાઇલ ગુમ થવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના સહયોગથી મોબાઇલ ક્યાં અને કોની પાસે હોવાની શક્યતા છે તે અંગે માહિતી મેળવી, સઘન તપાસ હાથ ધરવામાં આવી. અંતે મોબાઇલ શોધી કાઢી અરજદારને સલામત રીતે પરત સોંપવામાં આવ્યો.
મોબાઇલ પરત મળતા અરજદારના ચહેરા પર ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો અને તેમણે અમરેલી સીટી પોલીસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
અમરેલી સીટી પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી આવી માનવસેવી કામગીરીઓથી પોલીસની જનમૈત્રી છબી વધુ મજબૂત બની રહી છે અને નાગરિકોમાં સુરક્ષા તથા વિશ્વાસની લાગણી વધતી જઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai